અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસ અને ટિમ વોલ્ઝની આકરી ટીકા કરી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, 'સમગ્ર વિશ્વમાં સ્થિતિ વણસી રહી છે. આપણે ત્રીજા વિશ્વ યુદ્ધની નજીક છીએ અને આ લોકો પરિસ્થિતિને સંભાળી શકશે નહીં.'
પ્રેસ કોન્ફરન્સમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકાની હાલત ખૂબ જ ખરાબ છે. કમલા હેરિસ જો બાઈડેન કરતા પણ ખરાબ છે અને તેમને રાષ્ટ્રપતિ પદ માટે મત પણ નથી મળ્યા.' નોંધનીય છે કે, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર છે. ડેમોક્રેટિક પાર્ટીએ કમલા હેરિસને મેદાને છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, 'આપણે વિશ્વ યુદ્ધની ખૂબ નજીક છીએ. મારા મતે અહીં એવા લોકો છે જેઓ આ સંજોગોમાં કશું કરી શકતા નથી. આ લોકોનું કોઈ સન્માન કરતું નથી. ચીન, રશિયા અને ઉત્તર કોરિયામાં લોકોના આ જૂથ માટે કોઈ સન્માન નથી.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કે, 'પહેલા મારી સામે જો બાઈડેન હતા. હવે કમલા હેરિસ છે, પરંતુ મને લાગે છે કે અન્ય કોઈ ઉમેદવાર હોત. કમલા હેરિસનો રેકોર્ડ ઘણો ખરાબ છે. તે એક સ્તરે કટ્ટરપંથી છે, તેણે ડાબેરી કટ્ટરપંથી પસંદ કર્યા છે. બાઈડેન પ્રત્યે કમલા હેરિસનું વલણ અલગ હતું, તેમ છતાં તેમણે હેરિસને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા. મને લાગે છે કે તેને તેના નિર્ણય પર પસ્તાવો થશે. હવે તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીની રેસમાંથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે.'
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પાંચમી નવેમ્બર-2024ના રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં 16 કરોડ મતદારો અમેરિકાના 60માં પ્રમુખની પસંદગી કરશે. થોડા દિવસ પહેલાં જ પ્રમુખ જો બાયડને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસનું નામ જાહેર કર્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology