bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ચીનમાં રૉકેટે સ્ટેટિક પરીક્ષણ સમયે ભૂલથી ઉડ્ડાન ભરી, પહાડો સાથે અથડાયા બાદ થયું દુર્ઘટનાગ્રસ્ત...

બેઈઝીંગ તિયાનબિંગ ટેકનોલોજી કંપની  કે જે સ્પેસ પાયોનિયર ના નામથી પણ ઓળખવામાં આવે છે તેને પોતાના તિયાનલોંગ-3 રૉકેટના પરીક્ષણ સમયે સ્ટ્રક્ચરલ રીતે ખામીનો સામનો કરવો પડ્યો છે ચીનમાં રૉકેટ સ્ટેટિક પરીક્ષણ સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. સ્ટેટિક પરીક્ષણ સમયે ભૂલથી ઉડ્ડાન ભરવાને લીધે ચીનનું રૉકેટ આકાશમાં ઉડ્યાં બાદ તૂટી પડ્યું હતું અને તે એક પહાડ સાથે અથડાયું હતું.  ત્યારબાદ રૉકેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ઉડ્ડાન ભરવા અને ત્યારબાદ રૉકેટ દુર્ઘટનાગ્રસ્ત થયું તેને લગતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બેઈઝીંગ તિયાનબિંગ ટેકનોલોજી કંપની  કે જે સ્પેસ પાયોનિયરના નામથી પણ ઓળખવામાં આવે છે તેને પોતાના તિયાનલોંગ-3 રૉકેટના પરીક્ષણ સમયે સ્ટ્રક્ચરલ રીતે ખામીનો સામનો કરવો પડ્યો છે, જેને પગલે પહેલા તબક્કાના લોંચ પેડથી અલગ થઈ ગયું અને ચીનના ગોંગયીના પહાડી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેસ પાયોનિયર ચીનની કેટલીક રૉકેટ ઉત્પાદક કંપનીઓ પૈકીની એક કંપની છે, જે તાજેતરના વર્ષોમાં રૉકેટના ઉડ્ડાન સાથે સંકળાયેલ છે અને ખર્ચ ઓછો કરવા માટે રિયુઝેબલ રૉકેટ પર વિશેષ ધ્યાન આપી રહી છે.