નેપાળે એમડીએચ અને એવરેસ્ટ એમ બે ભારતીય બ્રાન્ડના મસાલાની આયાત, ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઈડ હોવાની સંભાવનાના અહેવાલો વચ્ચે આ નિર્ણય લીધો છે. નેપાળે આ મસાલાઓમાં ઇથિલિન ઓક્સાઇડનું પરીક્ષણ પણ શરૂ કર્યું છે.અગાઉ, હોંગકોંગના ફૂડ રેગ્યુલેટર સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ કહ્યું હતું કે આ મસાલામાં જંતુનાશકો, ઇથિલિન ઓક્સાઇડ હોય છે, જે કેન્સરનું જોખમ ઉભું કરે છે. એમડીએચ અને એવરેસ્ટના ચાર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સિંગાપોરની ફૂડ એજન્સીએ MDH, એવરેસ્ટ મસાલાને પરત બોલાવવાનો આદેશ આપ્યો છે.
ઇથિલિન ઓક્સાઇડથી કેન્સર થવાનું જોખમ રહેલું છે. નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગના પ્રવક્તા મોહન કૃષ્ણ મહારાજને જણાવ્યું હતું કે નેપાળમાં MDH અને એવરેસ્ટ મસાલાની આયાત પર એક અઠવાડિયા પહેલા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અમે તેના વેચાણ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઈડની તપાસ ચાલી રહી છે. અંતિમ અહેવાલ આવે ત્યાં સુધી પ્રતિબંધ ચાલુ રહેશે.બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી (FSA) એ ગુરુવારે સ્પષ્ટતા કરી હતી કે તેણે આ વર્ષની શરૂઆતથી ભારતીય મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ માટે વધારાના નિયંત્રણ પગલાં લીધાં છે. FSA એ જણાવ્યું હતું કે ઇથિલિન ઓક્સાઇડના મહત્તમ સ્તરો માટે પ્રારંભિક ચેતવણી સિસ્ટમ (EWS) છે. બ્રિટનમાં ઇથિલિન ઓક્સાઇડ પર પ્રતિબંધ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology