ભારતીય યુવાનો અમેરિકામાં ભણવા જવાનું સપનું જોતા હોય છે. તેના માટે ઘણા લોકો બાળકોના શિક્ષણ માટે વર્ક વિઝા લઈને અમેરિકામાં સ્થાયી થતા હોય છે. પરંતુ હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના બાળકોની મુશ્કેલીઓ વધવાની છે. લગભગ 2.5 લાખ યુવાનોને અમેરિકા છોડવું પડી શકે છે. અહેવાલો અનુસાર, અમેરિકા ટૂંક સમયમાં લાખો યુવાનોને ઘરે પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં ભારતીય-અમેરિકન મૂળના ઘણા યુવાનોના નામ સામેલ છે. જાણીએ શું છે સમગ્ર મામલો.
અમેરિકના નિયમો મુજબ, બાળકો 21 વર્ષની ઉંમર સુધી જ તેમના માતાપિતા પર નિર્ભર રહી શકે છે. અમેરિકામાં રહેતા આવા યુવાનોને ડોક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે.
21 વર્ષની ઉંમર થયા બાદ તેમને પોતાના માતાપિતાના વિઝા પર અમેરિકામાં રહેવાની મંજૂરી નથી. જો ડોક્યુમેન્ટેડ ડ્રીમર્સ 21 વર્ષના થઈ જાય પછી તેમના પોતાના વિઝા ન ધરાવતા હોય, તો તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવે છે.
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી (NFAP) એ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મુજબ લગભગ 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ વિઝાની રાહ જોઈ રહ્યા છે.
ઈમિગ્રેશન એન્ડ નેચરલાઈઝેશન એક્ટ (INO) અનુસાર, જો કોઈ યુવાન 21 વર્ષની ઉંમર પહેલા કાયદેસર પરમેનેન્ટ રેસિડેન્ટ (LPA) સ્ટેટસ માટે અરજી કરે અને ગ્રીન કાર્ડ મેળવતા પહેલા 21 વર્ષનું થઈ જાય છે તો તેની અરજી રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં, બાળકે પુખ્ત વયે અરજી કરવી પડશે, નહીં તો તેણે દેશ છોડવો પડશે. આ પ્રક્રિયાને એજિંગ આઉટ કહેવામાં આવે છે.
યુવાનોની ઉંમર 21 વર્ષ થયા પછી પણ ગ્રીન કાર્ડ માટે તે માટે તેમને રાહ જોવી પડશે. તેમજ એવી કોઈ ગેરંટી પણ નથી કે ગ્રીન કાર્ડ મળશે જ. તેની અરજી રદ થઈ જાય એવી શક્યતાઓ પણ છે.
આવી સ્થિતિમાં 2.5 લાખ યુવાનોનું ભવિષ્ય હવે જોખમમાં છે. યુએસના 43 સાંસદોએ આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું હતું. આ યુવાનો અમેરિકામાં મોટા થયા છે. અમેરિકાની જ શિક્ષણ પ્રણાલીમાં સ્નાતક ડિગ્રી પણ મેળવી છે. જો કે કાયમી નિવાસીનો દરજ્જો મેળવવા માટે તેમને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology