સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં સ્ટોલ અને રાઈડના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. તેમજ રાજકોટ કલેકટર આયોજિત લોકમેળા સમિતિનો નિર્ણય છે. ત્યારે લોકમેળામાં સ્ટોલ, રાઈડ માટે ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોંઘવારીનો માર મેળામાં આવનાર લોકોને પડશે. તેથી લોકમેળામાં સ્ટોલ, રાઇડની સંખ્યા ઘટાડવામાં આવી છે.
સૌરાષ્ટ્રનો સૌથી સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે. જેમાં રાજકોટ કલેકટર આયોજિત લોકમેળા સમિતિ દ્વારા સ્ટોલ અને રાઈડના ભાવમાં વધારો ઝીંકી દેવાયો છે. 18મીથી લોકમેળામાં સ્ટોલ અને રાઈડ માટે ફોર્મનું વિતરણ શરૂ થશે. તેમાં મોંઘવારીનો માર આખરે મેળો કરવા આવનાર સામાન્ય જનતા ઉપર પડશે. આ વખતે લોકમેળામાં સ્ટોલ અને રાઇટની સંખ્યા ઘટાડી દેવાઇ છે. તેમાં જન્માષ્ટમીનો મેળો લોકો માટે મોંઘવારીનો મેળો બની જશે. સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રનો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ યોજાશે તેવો તંત્રએ નિર્ણય લીધો છે. પહેલા કણકોટ અથવા ન્યુ રેસકોર્સમાં લોકમેળો યોજવાની તંત્રની વિચારણા હતી. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં 15 લાખ કરતા વધારે લોકો ગુજરાત ભરમાંથી આવે છે.
સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત રાજકોટના ભાતીગળ લોકમેળાનું તારીખ 23 થી 27 ઓગસ્ટ પાંચ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ છે.જિલ્લા વહીવટી તંત્ર અને તમામ વિભાગો સાથે લોકમેળાને લઈને બેઠક યોજાઈ હતી.કણકોટ અને ન્યુ રેસકોર્સના મેદાનમાં જમીન રાઈડસ માટે યોગ્ય ન હોવાના કારણે તંત્ર દ્વારા અન્ય સ્થળે મેળો યોજવાનો નિર્ણય કરાયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology