ભારતીય મૂળની નાસા અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ છેવટે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટથી અંતરિક્ષ માટે ઉડ્ડાન ભરી છે. તેમણે ત્રીજા લોંચ અટેમ્પ માટે ડિઝાઈનમાં મદદ પણ કરી આ અગાઉ અનેક ટેકનિકલ મુશ્કેલીને લીધે ઉડ્ડાનના થોડી મિનિટ અગાઉ લોંચને બે વખત અટકાવવામાં આવ્યું હતું. વિલિયમ્સ તથા તેમના સહયોગી બુચ વિલ્મોર બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં ઉડ્ડાનનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી અસફળતા વચ્ચે સુરક્ષિત ઉડાન સુનિશ્ચિત કરવા માટે શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા 1લી જૂન 2024ના રોજ નિર્ધારિત ઉડ્ડાન ભરવાથી ચાર મિનિટ અગાઉ તેને રદ્દ કરવામાં આવ્યું . કારણ કે ગ્રાઉન્ડ કમ્પ્યુટર પૈકી એક દ્વારા રોકેટમાં એક ટેકનિકલ સમસ્યાના સંકેત આપ્યા હતા. ULAએ કહ્યું કે ત્યારબાદ કોમ્પ્યુટરના તે ભાગને બદલવામાં આવ્યા હતા, જેમાં મુશ્કેલી સર્જાઈ હતી.બે લોંચ રદ્દ થવાને લીધે સ્ટારલાઈનરમાં ઘણો વિલંબ થઈ ચુક્યો છે અને તે બજેટથી ઘણું વધારે છે. કેટલાક લોકોનું કહેવું છે કે બોઈંગના વિમાનન વ્યવસાયમાં આવી રહેલી સમસ્યાની અસર તેમના અંતરિક્ષ વ્યવસાય પર પણ થઈ શકે સ્ટારલાઈનર વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન સુધી લઈ જશે, જે સંકટગ્રસ્ત બોઈંગ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ તથા લાંબા સમયથી પ્રતીક્ષિત જીત હોઈ શકે છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology