bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

ભારતની દીપ્તિએ જાપાનના કોબીમાં પેરા એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઇતિહાસ  

ભારતની દીપ્તિ જીવનજીએ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તેમજ જાપાનના કોબેમાં પેરા એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો છે.

ભારતની દીપ્તિએ જાપાનના કોબેમાં 20 મે 2024ના રોજ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાની 400 મીટર ટી20 રેસમાં 55.07 સેકન્ડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો અને સાથે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે. દીપ્તિએ આ સાથે પેરિસ ઓલમ્પિક બાદ રમાનાર પેરાઓલિમ્પિક માટે પણ પ્રવેશ મેળવી લીધો છે અને પેરા વર્લ્ડ ચેમ્પિયનશીપની ટ્રૈક સ્પર્ધામાં ભારતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • દીપ્તિએ અમેરિકાની બ્રિયાના ક્લાર્કનો તોડ્યો વર્લ્ડ રેકોર્ડ 

બ્રિયાના ક્લાર્કએ ગત્ત વર્ષ પેરિસમાં 55.12 સેકન્ડનો સમય લીધો હતો.તેનો દીપ્તિએ  વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.દીપ્તિએ રવિવાર 19 મેના રોજ 56.18 સેકન્ડનો સમય સાથે રેકોર્ડ બનાવી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું હતું અને પેરિસ 2024 માટે પણ કોટા મેળવી લીધો છે. 

  •  4 મેડલ ભારતે અત્યાર સુધી જીત્યા
     

 પેરા એથલેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024માં ભારતની પ્રીતિ પાલે મહિલાઓની 200 મીટર ટી35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતે પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપ 2024માં હાલ સુધી એક ગોલ્ડ મેડલ , એક સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની છેલ્લી સીઝનમાં ભારતે 3 ગોલ્ડ મેડલ, 4 સિલ્વર મેડલ અને 3 બ્રોન્ઝ મેડલ સહિત 10 મેડલ જીત્યા હતા.હાલ વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશીપ 25 મે 2024 સુધી રમાશે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 શુક્રવાર 17 મે થી પ્રારંભ થયો છે જે 25 મે, શનિવારના રોજ સમાપ્ત થશે.