bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બાંગ્લાદેશની ચારે તરફ ભારતીય આર્મીનો પહેરો, જમીન, સમુદ્રથી લઇને છેક ઉપર સુધી સેનાએ બનાવી મજબૂત પક્કડ...  

બાંગ્લાદેશમાં હિંસાની વચ્ચે PM શેખ હસીના રાજીનામું આપી દેશ છોડી ભારત આવી ગયા છે. બાંગ્લાદેશની ભારત સાથે 4096 કિલોમીટર લાંબી જમીન સરહદ છે. જો બાંગ્લાદેશની સેના પાકિસ્તાન અથવા ચીન અથવા તેના પોતાના નેતાઓના ઉશ્કેરણીથી ભારત વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે તો શું થશે? બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અનુસાર આ સરહદનો ઉપયોગ પાકિસ્તાની આતંકવાદીઓ કરી શકે છે. જોકે આપણી ભારતીય સેના એટલી સજ્જ છે કે, બાંગ્લાદેશના વિદ્રોહીઓની કોઈપણ રીતે પહોંચી વળવા સક્ષમ છે.

ભારત અને બાંગ્લાદેશની સરહદ એવી છે કે, તેને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. વિશાળ વિસ્તારમાં જંગલો, નદીઓ, પર્વતો અને ભેજવાળા વિસ્તારો છે. સરહદો પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું છે. ઉપરાંત ફેન્સીંગ અંગે સ્થાનિક વિરોધ અલગ છે. આ સિવાય નાના મોટા ઝઘડા થતા રહે છે. માનવ તસ્કરી થાય છે. શસ્ત્રો, ડ્રગ્સ, પશુઓની દાણચોરી થાય છે. તેમને રોકવા માટે આ સરહદની આસપાસ અનેક ઠેકાણાઓ બનાવવામાં આવ્યા છે.