ચીનમાં આજે (3 સપ્ટેમ્બર) એક ભયંકર માર્ગ અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. પૂર્વ ચીનના શાંદોંગ પ્રાંતમાં એક બસે શાળાના ગેટ પર ઉભેલા વિદ્યાર્થીઓની ભીડને અડફેટે લેતાં 11 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને લઇ જવા માટે ભાડે રખાયેલી એક બસે નિયંત્રણ ગુમાવી દેતા શાળાના વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, '13 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે, જ્યારે અન્યની હાલત સ્થિર છે. હાલ આ સ્પષ્ટ નથી કે આ માત્ર અકસ્માત છે કે બાળકો પર ઇરાદાપૂર્વક કરાયેલો હુમલો છે. ચીનમાં વારંવાર અસામાજિક તત્ત્વો દ્વારા શાળાઓ પર હુમલા કરવામાં આવતા હોય છે.' સરકારી સમાચાર એજેન્સીના રિપોર્ટ મુજબ બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ પણ વિદ્યાર્થીઓ પર હુમલા
જૂનમાં એક વ્યક્તિએ જિયાંગ્સૂ પ્રાંતમાં એક શાળાના બસ સ્ટોપ પર હુમલો કર્યો હતો, જેમાં એક શખ્સનું મોત થયું હતું અને અન્ય બે લોકો ઘાયલ થયા હતા. માર્ચમાં, શાંદોંગ પ્રાંતમાં એક શખ્સે ગાડીથી સ્થાનિક જૂનિયર સ્કૂલની બહાર ભીડને અડફેટે લીધા હતા, જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology