ભારતીય મૂળના પાઈલટ ગોપીચંદ થોટાકુરા આજે ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તે જેફ બેઝોસની માલિકી હેઠળની કંપની બ્લૂ ઓરિજિનની કોમર્શિયલ અંતરિક્ષ યાત્રાનો હિસ્સો છે જે આજે સાંજે ઉડાન ભરશે. બ્રહ્માંડની યાત્રામાં પાઈલટ તરીકે ગોપીચંદની પસંદગી કરાઈ હતી.
ગોપીચંદ અંતરિક્ષની આ ઉડાન સાથે જ બીજા ભારતીય અંતરિક્ષ યાત્રી બની જશે.અગાઉ 40 વર્ષ પહેલા 1984માં રાકેશ શર્માએ આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી. અમેરિકામાં રહેતાં ગોપીચંદને બ્લૂ ઓરિજિનના ન્યૂ શેપર્ડ (NS-25) મિશન માટે ક્રૂ મેમ્બર્સની ટીમમાં પસંદ કરાયા છે. આ ટીમમાં દુનિયાભરના પાંચ અન્ય અંતરિક્ષ યાત્રીઓ પણ સામેલ છે.
આ મિશનની ઉડાનનો સમય ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યાનો રખાયો છે. લોન્ચની 40 મિનિટ પહેલાથી જ બ્લુ ઓરિજિનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ સ્ટ્રીમિંગ થશે.ટેક ઓફ સાઈટ અમેરિકાના વેસ્ટ ટેક્સાસ શહેરમાં રાખવામાં આવ્યું છે.
એક ભારતીય તરીકે ગોપીચંદની યાત્રાનું ઘણું અને ખુબ જ મહત્વ છે. કારણ કે એપ્રિલ 1984માં રશિયન સોયુઝ ટી-11 અવકાશયાનમાં રાકેશ શર્માની ઐતિહાસિક યાત્રા બાદ ગોપીચંદ અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે. ગોપીચંદ 31 લોકોની સ્પેશિયલ ટીમનો એક ભાગ છે જેમણે કર્મન રેખા પાર કરવાની છે.કર્મન રેખા પૃથ્વીના વાતાવરણ અને બાહ્ય અવકાશ વચ્ચેની સીમા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology