bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

અમેરિકાના ક્લિવલેન્ડમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીના મોતથી ખળભળાટ, ચાલુ વર્ષે 10મી ઘટનાથી ચિંતા વધી...

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીઓના મોતનો કિસ્સો સામે આવ્યો છે.અમરિકાના ઓહાયો સ્ટેટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે આ માહિતી આપી. વિધાર્થીની ઓળખ ઉમા સત્ય સાઈ ગડ઼ે તરીકે થઈ છે, જે ક્લેવલેન્ડ, ઓહાયોથી અભ્યાસ કરતો હતો. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું. "ઓહિયોના ક્લેવલેન્ડમાં ભારતીય વિધાર્થી ઉમા સત્ય સાઇના કમનસીબ મૃત્યુથી ખૂબ જ દુ:ખી છું."

ભારતના કોન્સ્યુલેટ જનરલે તેના ટ્વિટમાં જણાવ્યું હતું કે, ઉમા સત્ય સાંઈ ગડ્ડે ક્લીવલેન્ડ, ઓહાયોમાં અભ્યાસ કરી રહી હતી. કોન્સ્યુલેટ વતી કહેવામાં આવ્યું હતું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ સિવાય એમ્બેસી ભારતમાં ઉમાના પરિવારના સંપર્કમાં પણ છે. દરેક શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ સિવાય ઉમાના પાર્થિવ દેહને વહેલી તકે ભારત મોકલવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં ઓછામાં ઓછા અડધો ડઝન ભારતીય વિદ્યાર્થીઓના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. હવે અમેરિકામાં રહેતા ભારતીયો આનાથી ચિંતિત છે. ગયા મહિને મિઝોરીમાં 34 વર્ષીય ક્લાસિકલ ડાન્સર અમરનાથ ઘોષની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ પહેલા 23 વર્ષીય ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થી સમીર કામથનું મોત થયું હતું. 2 ફેબ્રુઆરીએ વિવેક તનેજા ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ પછી તેનું પણ મૃત્યુ થયું હતું. ભારતીય વિદ્યાર્થીઓ પર પણ ઘણી વખત હુમલા થયા છે. ત્યારથી વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ અને અન્ય કોન્સ્યુલેટ પણ ભારતીય વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં રહે છે