bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતા ભારત માટે બન્યું સંકટ, આ 5 પોઈન્ટથી સમજો સંપૂર્ણ મામલો...

 બાંગ્લાદેશમાં હિંસાનો સિલસિલો રોકાવાનું નામ લઈ રહ્યો નથી. વચગાળાની સરકાર બન્યા છતાં બાંગ્લાદેશી હિંદુઓ પર હુમલો, મંદિરોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યાં છે. બાંગ્લાદેશમાં મચેલા હાહાકાર બાદ ઘણા લોકો ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સરકારે ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર સુરક્ષા કડક કરી દીધી છે. BSF જવાન બાજનજર રાખી રહ્યાં છે. બાંગ્લાદેશમાં મચેલો હોબાળો ભારત માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. ખાસ કરીને ગેરકાયદેસર ઘૂસણખોરીને દેશમાં આવવાથી રોકવી સરકાર માટે સૌથી મોટો પડકાર બની શકે છે.
1. વસ્તીમાં ફેરફાર થશે

બાંગ્લાદેશથી આવતાં ઘૂસણખોરો સામાન્યરીતે બોર્ડરના માર્ગે પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને ત્રિપુરા જેવા રાજ્યોમાં વસી જાય છે. બાંગ્લાદેશ બોર્ડર પર ઘણી નાની-મોટી નદીઓ અને પહાડી વિસ્તારોના કારણે ઘૂસણખોરીને રોકવી પણ મુશ્કેલ થઈ જાય છે. બાંગ્લાદેશમાં મુસ્લિમ વસ્તી વધુ છે. દરમિયાન મોટી સંખ્યામાં આવતાં ઘૂસણખોરોના કારણે આ રાજ્યોમાં ડેમોગ્રાફી બદલવાનું પણ જોખમ રહે છે.

2. વોટ બેન્ક પોલિટિક્સ

બોર્ડર પારથી આવતાં આ ઘૂસણખોરો ઘણી વખત વોટ બેન્ક પોલિટિક્સનો પણ ભાગ બની જાય છે. ઘણી વખત ગેરકાયદેસર શરણાર્થી સ્થાનિક નેતાઓની મદદથી નકલી ડોક્યુમેન્ટ બનાવીને વોટર લિસ્ટમાં સામેલ થઈ જાય છે. તેની અસર લોકલ પોલિટિક્સ પર પણ જોવા મળે છે. તાજેતરમાં જ રાયબરેલીથી 20 હજાર શરણાર્થીઓના નકલી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતાં. તમામ પર લોકસભા ચૂંટણીમાં નકલી મતદાન કરવાનો આરોપ લાગ્યો હતો.

3. આતંકવાદનું જોખમ

બાંગ્લાદેશથી આવતાં ઘૂસણખોરોની સાથે આતંકવાદી પણ ભારતની સરહદમાં પ્રવેશ કરી શકે છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ થયા પહેલા પૂર્વ પીએમ શેખ હસીનાએ પણ ભારતને અવગત કર્યું હતું. શેખ હસીનાએ બે શબ્દોમાં કહ્યું કે ઘૂસણખોરીઓમાં છુપાઈને ઘણા આતંકવાદી પણ બાંગ્લાદેશના માર્ગે ભારતમાં જઈ શકે છે. 

4. ગુપ્તચર એજન્ટોની એન્ટ્રી

ઘણા મીડિયા રિપોર્ટ્સમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI નો હાથ છે. દરમિયાન શક્ય છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓની સાથે ISIના ગુપ્તચર એજન્ટો પણ ભારતમાં ગેરકાયદેસર એન્ટ્રી કરી શકે છે. જો એવું થયું તો આ દેશ માટે મોટું જોખમ સાબિત થઈ શકે છે. 

5. ગરીબીનું સંકટ

ગેરકાયદેસર શરણાર્થીઓને દેશમાં આશ્રય આપવો ભારત માટે આર્થિક સંકટ પેદા કરી શકે છે. પશ્ચિમ બંગાળ, આસામ અને નોર્થ ઈસ્ટ રાજ્યોમાં ગેરકાયદેસર શરણાર્થીના જવાથી સ્લમ એરિયામાં વધારો થશે. આ સાથે આ ઘૂસણખોરો રાજ્યના સંસાધનો પર પણ કબ્જો કરશે, જેનાથી પૂર્વી રાજ્યોમાં ગરીબી ઘટવાના બદલે વધી શકે છે.