ઈરાને ઈઝરાયેલ પર 331 મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. તમામ 185 આત્મઘાતી ડ્રોનને ઇઝરાયેલના આયર્ન ડોમ અને એરો-3 હાઇપરસોનિક સરફેસ-ટુ-એર મિસાઇલ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. 110 બેલેસ્ટિક મિસાઈલોમાંથી 103ને તોડી પાડવામાં આવી હતી. ઈઝરાયેલે ઈરાન દ્વારા છોડવામાં આવેલી તમામ 36 ક્રુઝ મિસાઈલોને પણ તોડી પાડી હતી. ઈઝરાયેલ માત્ર સાત બેલેસ્ટિક મિસાઈલોને તોડી શક્યું નથી.ઈરાને શનિવારે રાત્રે અને રવિવારની વહેલી સવારે 300 થી વધુ બેલિસ્ટિક મિસાઈલો અને ડ્રોન વડે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો, જોકે ઈઝરાયલે દાવો કર્યો હતો કે તેમાંથી 99 ટકા મિસાઈલો અને ડ્રોનને તોડી પાડ્યા હતા. આ દરમિયાન અવકાશમાં એક ચમકતો ગોળો બનતો જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની બેલેસ્ટિક મિસાઈલ વાતાવરણની ઉપરથી ઈઝરાયેલ તરફ આવી રહી હતી. પરંતુ તે હજુ અવકાશમાં જ હતું જ્યારે ઈઝરાયલે હવામાં હાયપરસોનિક એરો-3 મિસાઈલ છોડી હતી.
અહેવાલો અનુસાર, ઈરાનની બેલેસ્ટિક મિસાઈલ અવકાશમાંથી યહૂદી દેશ પર હુમલો કરવા જઈ રહી હતી. જ્યારે ઇઝરાયલે તેની એરો-3 મિસાઇલથી હુમલો કર્યો અને તે મિસાઇલને અવકાશમાં જ નષ્ટ કરી હતી. મિસાઇલોની ટક્કરથી અવકાશમાં એક મોટો વાદળી રંગનો ગોળો બન્યો હતો જેનો વિડીયો વાયરલ થયો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology