bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

 હિઝબુલ્લાહે લીધો બદલો, તેલ અવીવ નજીક ગુપ્ત સૈન્ય ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો... 

હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તેલ અવીવમાં તેલ હેમ સૈન્યના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જો કે આ હુમલાને લઈને ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાનું નામ લઈ રહ્યું નથી. આ પહેલા ઈઝરાયલે હિઝબુલ્લાહમાં હવાઈ હુમલા કર્યા હતા. હવે હિઝબુલ્લાહે દાવો કર્યો છે કે તેણે તેલ અવીવમાં તેલ હેમ સૈન્યના ઠેકાણાને નિશાન બનાવ્યા છે. જે લેબનોન સીમાથી 120 કિલોમીટર દૂર છે. અલ જજીરાની રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. હિઝબુલ્લાહે કહ્યું કે તેમણે સૈન્યના ગુપ્ત ઠેકાણાને નિશાન બનાવવા માટે અનેક મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. આજે થયેલા 30થી વધુ હુમલામાં હિઝબુલ્લાહે કહ્યું કે તેણે લેબનોનની સાથે સીમાની પાસે શમોના વસાહત અને અન્ય સમુદાયો તરફ રોકેટ છોડ્યા છે. જો કે આ હુમલાને લઈને ઈઝરાયલ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ઈઝરાયલી હુમલામાં લગભગ 200 હિઝબુલ્લાહ આતંકવાદી માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં બટાલિયન ઓપરેશનના વડા અને દરિયાકાંઠાના વિસ્તારમાં હિઝબુલ્લાહના રાડવાન ફોર્સમાં અને બટાલિયન વિરોધી ટેન્ક હથિયારોના વડાનો સમાવેશ થાય છે.