bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

'અનેક વિસ્તારોમાં મચાવીશું તબાહી', ઈઝરાયલને ઇરાને આપી ખુલ્લી ધમકી, ભારત પણ એલર્ટ!  

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે આ સમયે તણાવ ચરમસીમા પર છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઈઝરાયેલે ઈરાન પર સતત હુમલા કર્યા છે. આ હુમલામાં હમાસના વડા સ્માઈલ હનિયાનની હત્યા બાદ ઈરાને ઈઝરાયેલ પાસેથી બદલો લેવાનો નિર્ણય કર્યો છે અને હવે ઈરાને ખુલ્લેઆમ ઈઝરાયેલને ધમકી આપી છે.

હાનિયા પર હુમલા બાદ ઈરાન તરફથી જવાબી કાર્યવાહી થઈ શકે છે. ઈઝરાયેલ અને તેના ખાસ સહયોગી અમેરિકા ઈરાન દ્વારા હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન, નિષ્ણાતોએ દાવો કર્યો છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરનો આ હુમલો આ વર્ષે એપ્રિલમાં થયેલા હુમલા કરતા મોટા હશે.

જાણીતું છે કે ઈરાને આ વર્ષે એપ્રિલમાં ઈઝરાયેલ પર સેંકડો મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ઈરાન તેનાથી પણ મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઈરાને યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મિડલ ઈસ્ટમાં ફાઈટર એરક્રાફ્ટનો મોટો કાફલો તૈયાર કરવામાં આવે જેથી યુદ્ધ સામગ્રીની સપ્લાઈમાં ક્યારેય કોઈ અડચણ ન આવે.

આટલું જ નહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે પહેલા હુમલામાં ઈરાને માત્ર કેટલાક લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા પણ હવેના હુમલામાં ઈઝરાયેલના આંતરિક વિસ્તારો જેમ કે તેલ અવીવ અને હાઈફા અને હાનિયાની હત્યામાં સામેલ ઈઝરાયેલી અધિકારીઓના ઘરોને નિશાન બનાવવામાં આવશે.

આ દરમિયાન ઇઝરાયલમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા આગ્રહ કર્યો છે. હાલમાં, દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.