રિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 શરૂ થવામાં હવે 11 દિવસ બાકી છે. રમતગમતના આ મહાકુંભ પહેલા તમામ ખેલાડીઓ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવું એ કોઈપણ એથ્લીટનું સપનું હોય છે. ઓલિમ્પિક એ દરેક રમતની સૌથી મોટી ટૂર્નામેન્ટ છે. તેથી ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે એથ્લીટ્સ દિવસ-રાત મહેનત કરે છે. ઘણા એથ્લીટ્સ સફળ થાય છે અને મેડલ મેળવે છે અને ઘણા એથ્લીટ્સને સફળતા મળતી નથી.
કોઈપણ રમતવીર બાળપણથી કિશોરાવસ્થા સુધીનું આખું જીવન માત્ર એક રમતની પ્રેક્ટિસ કરવામાં વિતાવે છે, જેથી તે ઓલિમ્પિકમાં પહોંચી શકે અને મેડલ જીતી શકે. ઘણા ખેલાડીઓ મેડલ મેળવી શકતા નથી. ઓલિમ્પિકમાં મેડલ જીતનાર કે ન જીતનાર કોઈપણ ખેલાડીને પૈસા આપવામાં આવતા નથી. ખેલાડીએ મેડલ જીત્યો હોય કે ન મેળવ્યો હોય, તે ખેલાડી કે રમતવીરને કોઈ પૈસા આપવામાં આવતા નથી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ગેમ્સના મહાકુંભમાં ભાગ લેનાર ખેલાડીઓને કોઈ ઈનામ આપતી નથી.
જો કે, સરકારો ઘણીવાર એવા ખેલાડીઓને પુરસ્કાર આપે છે જેઓ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવતા હોય છે. સરકાર દ્વારા આપવામાં આવતો ઈનામ નિશ્ચિત કે ફરજિયાત પણ નથી. સરકાર સિવાય દેશની ઓલિમ્પિક કમિટી કેટલીક વખત મેડલ જીતનારા ખેલાડીઓને ઈનામ તરીકે પૈસા પણ આપે છે.
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 35 મેડલ જીત્યા છે. આ મેડલમાં 10 ગોલ્ડ, 09 સિલ્વર અને 16 બ્રોન્ઝ સામેલ છે. 2020માં યોજાયેલી ટોક્યો ઓલિમ્પિકમાં, ભારતે સૌથી વધુ 7 મેડલ જીત્યા હતા, જેમાંથી 1 ગોલ્ડ મેડલ હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સ્ટાર જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાને મળ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology