પાકિસ્તાનના લાહોરથી મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં અંડરવર્લ્ડ ડોન અમીર બાલાજ ટીપુની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક ટીવી ચેનલના અહેવાલ અનુસાર, બાલાજ રવિવારે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે ચુંગ વિસ્તારમાં પહોંચ્યો હતો. તે દરમિયાન કોઈ અજાણ્યા હુમલાખોરે તેને ગોળી મારી હતી. જેના કારણે બાલાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક જિન્નાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
પોલીસના જણાવ્યા અનુસાર બાલાજ રવિવારે સાંજે એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યો હતો. ત્યારબાદ એક અજાણ્યા હુમલાખોરે બાલાઝ સહિત ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. તે અન્ય કોઈને નિશાન બનાવે તે પહેલાં, બાલાઝની સાથે રહેલા અંગરક્ષકોએ હુમલાખોરને મારી નાખ્યો. દરમિયાન, બાલાજ અને અન્ય બે ઘાયલોને જિન્નાહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન બાલાજનું મોત થયું હતું. જ્યારે બંને ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
બાલાઝના મૃત્યુના સમાચારથી તેના સમર્થકોમાં શોકની લહેર છે. જ્યારે બધા હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાંની ઘણી બધી મહિલાઓ રડવા લાગી. બાલાઝના સમર્થકોએ તેમની તરફેણમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. જ્યાં આ ઘટના બની તે સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું છે. હુમલાખોર કોણ હતો તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ હત્યામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે પણ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બાલાજ ટીપુને લાહોરના અંડરવર્લ્ડના સૌથી પ્રભાવશાળી અને ખતરનાક વ્યક્તિઓમાંના એક માનવામાં આવતા હતા.
મળતી માહિતી મુજબ, અમીર બલાઝ આરીફ અમીર ઉર્ફે ટીપુ ટ્રકનવાલાના પુત્ર હતા. આરિફની 2010માં અલ્લામા ઈકબાલ એરપોર્ટની અંદર હત્યા કરવામાં આવી હતી. સાથે જ જૂની અદાવતમાં અમીરના દાદાની પણ હત્યા કરવામાં આવી હતી. અમીર બાલાજ ટીપુ ફ્રેઇટ નેટવર્કનો માલિક હતો. આમિર, તેના પિતા અને દાદા બધા અંડરવર્લ્ડ ડોન રહી ચૂક્યા છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology