અવારનવાર વિશ્વમાં વિવિધ સ્થળોએ માર્ગ અકસ્માતના કિસ્સાઓ સામે આવતાં હોય છે.ત્યારે કેનેડામાં પણ આવો જ એક અકસ્માત થયો હતો. કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરિયાના બ્રેમ્પટનમાં ગુરુવારે મધ્યરાત્રિએ અકસ્માતની ઘટના બની હતી. આ માર્ગ અકસ્માતમાં એક કાર અન્ય વાહન સાથે અથડાઈ હોવાનું કહેવાય છે. આ માર્ગ અકસ્માતમાં 3 ભારતીયોના મોત થયા છે.
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ થઈ ગઈ છે. આ અકસ્માતમાં 23 વર્ષીય રિતિક છાબરા, તેનો નાનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા અને તેમના મિત્ર 24 વર્ષીય ગૌરવ ફાસગેનું મોત નીપજ્યું હતું. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેની માહિતી પોલીસે આપી હતી. હૃતિક અને રોહન ચંદીગઢના હતા અને ગૌરવ પુણેનો હતો.
વાસ્તવમાં રિતિકનો જન્મદિવસ હતો અને તે રોહન અને ગૌરવ સાથે પાર્ટી કરી રહ્યો હતો. ત્રણેય પાર્ટી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.
ત્રણેય એક બ્યુટી સલૂનમાં કામ કરતા હતા અને સલૂનના માલિકે ત્રણેયના મોત પર શોક વ્યક્ત કર્યો છે. સલૂનના માલિકે જણાવ્યું કે તે દર અઠવાડિયે તે ત્રણેય સાથે લગભગ 40 કલાક કામ કરતો હતો અને ત્રણેય છોકરાઓ તેના પરિવારના સભ્યો જેવા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology