ફ્લોરિડામાંથી એક મોટા સમાચાર સમાઈ આવી રહ્યા છે. ગઈ કાલે ફ્લોરિડામાં (9 ફેબ્રુઆરી 2024) એક ખાનગી વિમાન હાઇવે પર ક્રેશ થયું હતું. જેના કારણે 2 લોકોના મોત થયા હતા. જે પ્લેન ક્રેશ થયું તે બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 સીરિઝનું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન દુર્ઘટના શુક્રવારે બપોરે લગભગ 3.15 વાગ્યે નેપલ્સ નજીક ઇન્ટરસ્ટેટ 75 પર બની હતી.આ વિમાનમાં 5 લોકો સવાર હતા, જેમાંથી 2 મુસાફરોના મોત થયા છે, જ્યારે 3 મુસાફરોની સારવાર ચાલી રહી છે.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાઈવે પર પ્લેન સળગતું જોઈ શકાય છે. આ દરમિયાન આસપાસના વિસ્તારોમાં થોડો સમય ગાઢ કાળો ધુમાડો છવાયેલો રહ્યો હતો.
નેપલ્સ એરપોર્ટે આ ઘટના વિશે WBBH ને જણાવ્યું હતું કે, 'નેપલ્સ મ્યુનિસિપલ એરપોર્ટ પર પ્લેન લેન્ડ થયું તેની 2 મિનિટ પહેલા પાયલોટે એર ટ્રાફિક કંટ્રોલને રેડિયો દ્વારા ખતરાની જાણ કરી હતી.' પાયલોટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્લેનના બંને એન્જીન બગડી ગયા છે. આ દરમિયાન તેણે ઈમરજન્સી લેન્ડિંગ માટે વિનંતી કરી.
પાયલોટે એ પણ કહ્યું કે તે પ્લેનને રનવે પર લઈ જઈ શકશે નહીં. તે પછી તરત જ એર ટ્રાફિક કંટ્રોલરે પ્લેનને હાઈવે પર લેન્ડ કરવાની પરવાનગી આપી. પાયલોટે પ્લેનને સુરક્ષિત રીતે લેન્ડ કરવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો.આ ભયાનક ઘટના બાદ, કોલિયર કાઉન્ટી શેરિફ ઓફિસ અને FHP ટ્રાફિક તપાસ કરી રહી છે અને સુરક્ષા સહાય પૂરી પાડી રહી છે. તે કહે છે કે તે અસરગ્રસ્ત વિસ્તારમાં ટ્રાફિકની કેટલીક લેન શક્ય તેટલી વહેલી તકે ફરીથી ખોલવા માટે FAA સાથે પણ કામ કરી રહ્યો છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology