bs9tvlive@gmail.com

22-December-2024 , Sunday

કેનેડામાં એક જ પરિવારના 3 ભારતીયો જીવતા ભૂંજાયા, અઠવાડિયા પહેલા ઘરમાં લાગી હતી આગ...

એક અઠવાડિયા પહેલાં કેનેડાના ઓન્ટારિયોમાં એક ઘરમાં આગની ઘટના બની હતી જેમાં ત્રણ લોકો મૃત્યુ પામી ગયા હતા. હવે ખુલાસો એ થયો છે કે આ તમામ મૃતકો ભારતીય મૂળના હતા. જેમની ઓળખ રાજીવ વારિકુ (51), તેમની પત્ની શિલ્પા (47) અને તેમની દીકરી મહેક વારિકુ (16) તરીકે થઈ હતી. 


માહિતી અનુસાર મૃતકોના બળી ગયેલા અવશેષોની ઓળખ શુક્રવારે થઇ શકી હતી જેના બાદ આ દુઃખદ માહિતીનો ખુલાસો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આગ ઓલવાયા બાદ તપાસકારોને બળી ગયેલા ઘરમાંથી માનવીના અવશેષો મળ્યા હતા પણ તે સમયે મૃતકોની કોઈ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નહોતી. એક મીડિયાના અહેવાલ અનુસાર પોલીસનું એવું માનવું છે કે આ આગ કોઈ આકસ્મિક કારણોસર નહોતી લાગી. પોલીસ હવે દરેક એંગલથી તપાસ કરી રહી છે.