ઇન્ડોનેશિયાના પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં આવેલી રેજન્સી પેન્સિસિર સેલાટનમાં પૂર અને ભૂસ્ખલનથી 10 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ગુમ થયા છે. સ્થાનિક મેનેજમેન્ટ એજન્સીએ શનિવારે આ માહિતી આપી હતી. પસીસીર સેલાટન ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા ડોની ગુસરિઝાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બચાવ કાર્યકરો હજુ પણ અન્ય ગુમ થયેલા લોકોને શોધી રહ્યા છે અને મુશળધાર વરસાદ વચ્ચે પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને બહાર કાઢી રહ્યા છે.
પસીસીર સેલાટન ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના વડા ડોની ગુસરિઝાલે જણાવ્યું હતું કે આજે સવારથી વરસાદ ચાલુ હતો. ઘણા વિસ્તારોમાંથી કનેક્ટિવિટી કપાઈ ગઈ છે, જેના કારણે પસાર થવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં અમે પીડિત ગ્રામજનોની મદદ માટે બોટનો ઉપયોગ કર્યો છે. ગુસરિઝાલના જણાવ્યા અનુસાર, 45,000 થી વધુ લોકો રેજન્સીના દરેક ઉપ-જિલ્લામાં એજન્સી દ્વારા પ્રદાન કરવામાં આવેલા અસ્થાયી આશ્રયસ્થાનોમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે પૂર અને ભૂસ્ખલનને કારણે 20,000 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઓછામાં ઓછા આઠ પુલ તૂટી પડ્યા હતા.
ગુરુવારથી મુશળધાર વરસાદને કારણે પેસિર સેલાતનમાં પૂર અને ભૂસ્ખલન થયું છે, જેના કારણે અનેક ગામોને જોડતા રસ્તાઓ તૂટી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાયો છે. ઇન્ડોનેશિયાના લોકો વારંવાર વરસાદની મોસમમાં પૂર અને ભૂસ્ખલન જેવી આફતોનો સામનો કરે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology