ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને તેના નિર્ણયો અને વિચિત્ર નિવેદનો માટે જાણે છે. કિમ શું અને ક્યારે બોલવા જઈ રહ્યો છે તેની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે. કિમ અવારનવાર પોતાની મિસાઈલના પરિક્ષણને લઈને સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ ઉત્તર કોરિયાએ પણ હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. કિમ સતત પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરી રહ્યો છે પરંતુ હવે કિમ જોંગે કંઈક એવું કહ્યું છે જેના કારણે દુનિયાના તમામ દેશોનો તણાવ વધી ગયો છે.
એક ન્યૂઝ એજન્સી અનુસાર, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન બુધવારે દેશની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું કે દેશભરમાં બધુ બરાબર નથી અને તેનો અર્થ એ છે કે હવે આપણે પહેલા કરતા વધુ યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરતી વખતે કિમ જોંગ ઉને કહ્યું કે તેમના દેશની આસપાસની અસ્થિર ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓનો અર્થ એ છે કે હવે યુદ્ધનો સમય છે અને તેના માટે તૈયાર રહેવું પડશે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયા તેની પરમાણુ ક્ષમતામાં સતત વધારો કરી રહ્યું છે અને તેની પાસે પરમાણુ હથિયારોના શસ્ત્રાગારમાં 30 થી 40 શસ્ત્રો હશે. ઉત્તર કોરિયા 2003માં પરમાણુ અપ્રસાર સંધિમાંથી ખસી ગયું હતું અને ત્યાર બાદ તેણે 2006થી 2017 વચ્ચે છ વખત પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું છે.
વાસ્તવમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પોતાના પાડોશી દક્ષિણ કોરિયાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયાની સૈન્ય તૈયારીઓના કેન્દ્રમાં દક્ષિણ કોરિયા છે અથવા એવું પણ કહી શકાય કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે તેના શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology