ઓસ્ટ્રેલિયામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના સિડનીના એક શોપિંગ સેન્ટરમાં ગોળીબાર અને છરાબાજી બાદ આ ચાર લોકોની હત્યા કરવામાં આવી હતી. સિડની પોલીસ આ ઘટનાને આતંકવાદી હુમલો માની રહી છે. હુમલા બાદ મોલમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મોલમાં ફસાયેલા હજારો લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સ સ્ટેટ પોલીસે જણાવ્યું કે સમગ્ર મોલને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોરો હતા જેમાંથી એક માર્યો ગયો છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલુ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ ઘટના વેસ્ટફિલ્ડ બોન્ડી જંક્શન શોપિંગ સેન્ટર માં બની હતી. ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ઘટનાના એક સાક્ષીઓએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગોળી ચલાવવામાં આવે તે પહેલાં એક વ્યક્તિએ મહિલા અને તેના બાળક સહિત દુકાનદારોને ચપ્પા વડે હુમલો કરીને ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. અહેવાલો અનુસાર, મોલમાં ચાર લોકો પર ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
સિડની પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોનો હેતુ સંભવતઃ દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. મોલ કેમ્પસમાં ઇમરજન્સી સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળોએ રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. હાલમાં મોલ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાની વિનંતી કરી છે. બનાવ સંદર્ભે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હુમલો ક્યાંથી થયો અને તેની માંગણી શું હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology