ભારતીય નૌકાદળે ફરી એકવાર અરબી સમુદ્રમાં તેની બહાદુરીનું પ્રદર્શન કર્યું અને સોમાલિયાના છ ચાંચિયાઓને પાઠ ભણાવ્યો અને આ ઓપરેશનમાં 23 પાકિસ્તાનીઓના જીવ બચાવ્યા. ભારતીય નૌકાદળના આ સાહસિક ઓપરેશનથી પાકિસ્તાની માછીમારો પણ પ્રભાવિત થયા હતા અને તેમનો આભાર માન્યો હતો અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. વાત જાણે એમ છે કે, 28 માર્ચે સોમાલિયન ચાંચિયાઓએ એક માછીમારી જહાજને હાઇજેક કરી લીધું હતું. ભારતીય નૌકાદળને આ જહાજના અપહરણના સમાચાર મળતા જ તેણે INS ત્રિશુલની સાથે તેનો પીછો શરૂ કર્યો. આ ઓપરેશન દરમિયાન માત્ર પાકિસ્તાની માછીમારોને બચાવવામાં આવ્યા ન હતા, પરંતુ 9 ચાંચિયાઓને પણ આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર આ ઓપરેશનથી સંબંધિત એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઈરાનના ધ્વજવાળા જહાજ પર સવાર આ પાકિસ્તાની ખલાસીઓ ભારતીય નૌકાદળનો આભાર માનતા અને ભારત ઝિંદાબાદના નારા લગાવતા જોઈ શકાય છે. ઘટના સમયે જહાજ યમનના ટાપુ સોકોત્રાથી લગભગ 90 nm દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ વિસ્તાર ઉત્તર-પશ્ચિમ હિંદ મહાસાગરમાં એડનની ખાડી પાસે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology