સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્સફરન્સ દરમિયાન લક્સને ક્રિકેટને લઈને એક હળવી રમુજ કરી હતી તેમણે કહ્યું કે, "હું એ વાતની પ્રસંશા કરું છું કે પીએમ મોદીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમારી હારનો ઉલ્લેખ ના કર્યો અને મે ટેસ્ટ મેચમાં ભારતની હારનો ઉલ્લેખ ના કર્યો. ચાલો આ આમ જ રાખીને કોઈપણ પ્રકારના રાજનૈતિનક વિવાદથી બચીએ." ક્રિકેટ પરનો તેમનો મજાક સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા અને પીએમ મોદી પોતે પણ હસતા જોવા મળ્યા. આ નિવેદન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ દર્શાવે છે.
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ન્યુઝીલેન્ડમાં સક્રિય ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમને આશા છે કે ન્યુઝીલેન્ડ સરકાર આ તત્વો સામે કડક કાર્યવાહી કરશે.
ખાલિસ્તાન સંબંધિત મુદ્દા પર ચર્ચા
આ અંગે બોલતા વિદેશ સચિવ જયદીપ મઝુમદારે કહ્યું કે ખાલિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા મહત્વપૂર્ણ હતી. જયદીપ મજુમદારે કહ્યું "અમે અમારા મિત્ર દેશોને તેમની અંદર સક્રિય ભારત વિરોધી તત્વોની પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપીએ છીએ." આ તત્વો ઘણીવાર આતંકવાદને મહિમા આપવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરે છે અને આપણા રાજદ્વારીઓ, સંસદ અને ભારતીય કાર્યક્રમો પર હુમલાની ધમકી આપે છે. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ સરકારે ભૂતકાળમાં આ ચિંતાઓને ગંભીરતાથી લીધી છે અને આ વખતે પણ તેને ધ્યાનમાં રાખી છે. ભારત સરકારે આ મુદ્દા પર સ્પષ્ટપણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને બંને દેશોએ પરસ્પર સહયોગની આશા વ્યક્ત કરી...
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology