બ્રિટન (UK) લીડ્સ શહેરમાં ગત રાતે જોરદાર રમખાણો થયા હતા. મોટી સંખ્યામાં લોકો શહેરની વચ્ચોવચ એકત્રિત થઈ ગયા અને ભારે તોફાન મચાવ્યું હતું. લોકોએ આ દરમિયાન બસને આગ ચાંપી દીધી હતી. પોલીસની ગાડીઓને પણ નિશાન બનાવીને તોડફોડ મચાવાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ ઘટનાના વીડિયોમાં રમખાણકારોની ભીડ વચ્ચે બાળકો પણ દેખાઈ રહ્યા છે.
માહિતી અનુસાર આ રમખાણોનું કારણ સ્થાનિક ચાઈલ્ડ કેર એજન્સી છે જે બાળકોને તેમના માતા-પિતાથી અલગ કરી ચાઈલ્ડ કેર હોમમાં રાખવા માગતી હતી. તેના જ વિરોધમાં લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. વેસ્ટ યોર્કશાયર પોલીસે કહ્યું કે લીડ્સના હેરહિલ્સ વિસ્તારની લક્ઝર સ્ટ્રીટ નજીક ગુરુવારે સ્થાનિક સમય અનુસાર પાંચ વાગ્યે લોકોની ભીડ એકઠી શરૂ થઈ હતી.
હિંસા કરનારાઓ સાથે તેમના બાળકો પણ ત્યાં જ હાજર હતા. એકાએક ભીડ ઉગ્ર બની હતી અને આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓને અંજામ અપાયો હતો. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઈના ઘાયલ કે મોતના અહેવાલ સામે આવ્યા નથી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology