bs9tvlive@gmail.com

06-April-2025 , Sunday

BLA એ પાકિસ્તાન સેના પર તબાહી મચાવી, આત્મઘાતી હુમલામાં 90 સૈનિકો માર્યા ગયા! 


બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) આ દિવસોમાં પાકિસ્તાની સેના પર ભારે તબાહી મચાવી રહી છે. રવિવારે બલૂચ ઉગ્રવાદીઓએ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 90 સૈનિકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પાકિસ્તાન સેના દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

BLA એ દાવો કર્યો છે કે માજીદ બ્રિગેડે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો કર્યો છે. આ પછી, BLA ના ફતેહ સ્ક્વોડ દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોની કુલ સંખ્યા 90 થઈ ગઈ. આ કાફલામાં 8 બસો હતી, જે ક્વેટાથી તફ્તાન જઈ રહી હતી. પછી તેને બલુચિસ્તાનના નોશ્કીમાં આરસીડી હાઇવે પર નિશાન બનાવવામાં આવ્યું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાના કાફલા પર થયેલા આ આત્મઘાતી હુમલા બાદ, 3 પાકિસ્તાની હેલિકોપ્ટર નોશકી મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલોમાં કટોકટી જાહેર કરવામાં આવી છે, જ્યારે એમ્બ્યુલન્સ સતત એફસી મુખ્યાલય તરફ દોડી રહી છે.