આઈપીએલ 2024માં રવિવારના રોજ ડબલ-હેડર મેચ રમાય હતી. ડબલ હેડર મેચની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાય હતી. આ મેચમાં ગુજરાતની ટીમે બાજી મારી હતી. ત્યારબાદ બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને જીત અપાવી હતી. આ બંન્ને મેચના પરિણામ બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે.
દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ દિલ્હી કેપિટલ્સના હાથે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. સીએસકેની હારથી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમને સૌથી મોટો ફાયદો થયો છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં અત્યારસુધી 3 મેચ રમી છે. જેમાં શરુઆતની બંન્ને મેચમાં તેને જીત મળી હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં તેને સીઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. કોલકત્તા નાઈટ રાઈડર્સે 2 મેચ રમી છે અને બંન્ને મેચમાં જીત મળી છે. બંન્ને ટીમો હાલમાં 4-4 અંક છે પરંતુ નેટ રન રેટ ના કારણે કોલકત્તા પોઈન્ટ ટેબલમાં સીએસકેની આગળ નીકળી ગઈ છે.
દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પોતાની જીત સાથે ખાતું ખોલી લીધું છે. આ સાથે તે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સને હજુ સીઝનની પહેલી જીતની રાહ જોઈ રહી છે. મુંબઈ સિવાય તમામ ટીમોએ જીત સાથે ખાતું ખોલી લીધું છે.
ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવી સીઝનની બીજી જીત મેળવી લીધી છે. પરંતુ તે પોઈન્ટ ટેબલમાં વધુ નુકસાન થયું નથી તે ચોથા સ્થાને છે. તો રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને છે. આ બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે પરંતુ નેટ રન રેટથી રાજસ્થાન રોયલ્સની ટીમ ગુજરાતથી આગળ નીકળી ગઈ છે
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology