ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરિઝના પહેલા મુકાબલામાં મેચ ટાઈ થઈ છે. શ્રીલંકાએ ભારત વિરૂદ્ધ પ્રથમ વનડે મેચમાં પહેલા બેટિંગ કરી 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવી 230 રન બનાવ્યા હતા. જે સામે ભારતીય ટીમ 47.5 ઓવરમાં 230 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમની બેટિંગની શરૂઆત સારી રહી હતી. રોહિત શર્માએ 33 બોલમાં અડધી સદી ફટકારી અને ત્રણ સિક્સર, સાત ચોગ્ગા સાથે કુલ 58 રન બનાવ્યા હતા. અંતમાં ભારતને જીત માટે એક રનની જરૂર હતી અને બે વિકેટ બાકી હતી. જો કે, શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ સતત બે બોલમાં શિવમ દુબે અને અર્શદીપ સિંહની વિકેટ ઝડપી લેતાં મેચ ટાઈ થઈ ગઈ હતી. હવે બંને ટીમો વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ 4 ઓગસ્ટે આ જ મેદાન પર રમાશે.
મેચના અંતમાં ભારતને જીત માટે એક રનની જરૂર હતી અને બે વિકેટ બાકી હતી. પરંતુ, શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ સતત બે બોલમાં બે વિકેટ વિકેટ ઝડપી લેતાં મેચ ટાઈ થઈ ગઈ હતી. અસલંકાએ 48મી ઓવરના ચોથા બોલમાં શિવમ દુબેને LBW આઉટ કર્યું હતું. ત્યાર બાદ પાચમાં બોલ પર અસલંકાએ અર્શદિપ સિંહને પણ LBW આઉટ કર્યું હતું. અર્શદીપે રિવ્યુ લીધો હતો, પરંતુ તે આઉટ થઇ ચુક્યો હતો. અસલંકા ઉપરાંત વાનિંદુ હસારંગા અને ડુનિથ વેલાલગે એ પણ શ્રીલંકા માટે સારું પ્રદર્શન કર્યું હતું. હસારંગાએ ત્રણ અને વેલાલગે એ 2 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાએ આપેલા 231 રનના ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે તોફાની શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિત શર્માએ 33 બોલમાં અડધી સદી ફટકારી હતી તેમજ ત્રણ સિક્સર અને સાત ચોગ્ગા સાથે કુલ 47 બોલમાં 58 રન બનાવ્યા હતા. પછી વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરે 43 રનોની પાર્ટનરશીપ કરી હતી. બંને ખેલાડીઓનો પ્રદર્શન જોઇ ચાહકોને સારી ઇનિંગ્સની આશા હતી, પરંતુ હસારંગાએ વિરાટને LBW આઉટ કરી આ પાર્ટનરશીપને તોડી હતી. કોહલી 24 તો શ્રેયસ ઐય્યર 23 રન બનાવીને આઉટ થયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલ અને અક્ષર પેટેલે સમજદારી પૂર્વક બેટીંગ કરી 57 રનોની ભાગીદારી કરી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology