ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટન લૌરા વોલ્વાર્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ખોટું સાબિત થયું. આ મેચમાં ભારતીય મહિલા બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરે સદી ફટકારી હતી. આ ખેલાડીઓના કારણે જ ટીમ ઈન્ડિયા મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી. બેટ્સમેનોના જોરદાર પ્રદર્શનના કારણે ટીમે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.પ્રથમ વખત મહિલા ટીમે પોતાની ધરતી પર ODIમાં 300 પ્લસ રન બનાવ્યા છે. હવે ટીમે 325 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય મહિલા ટીમે 2004માં વેસ્ટ ઈન્ડિઝ સામે 298 રન બનાવ્યા હતા, જે ભારતીય ધરતી પર તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર હતો. પરંતુ હવે સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌરની સદીની મદદથી ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો છે અને 20 વર્ષ બાદ આ રેકોર્ડ તોડ્યો છે.
ભારત તરફથી સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે 136 રન બનાવ્યા હતા. ODI ફોર્મેટમાં આ તેની છઠ્ઠી સદી છે. જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 103 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય રિચા ઘોષે 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના કારણે જ ભારતીય મહિલા ટીમ 325 રન બનાવવામાં સફળ રહી છે.
દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ભારતીય મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરીને 325 રન બનાવ્યા હતા. જે ODI ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે. ODIમાં ભારતીય મહિલા ટીમનો સર્વશ્રેષ્ઠ કુલ સ્કોર 358 રન છે, જે તેણે 2017માં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology