bs9tvlive@gmail.com

07-April-2025 , Monday

કેએલ રાહુલ નહીં બને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઓફર નકારી....

ચેમ્પિયન્સ ટ્રોફીથી પાછા ફર્યા બાદ કેએલ રાહુલે કેપ્ટનશીપને લઈને મોટો નિર્ણય લીધો છે. રાહુલનો આ નિર્ણય IPL કેપ્ટનશીપ સાથે જોડાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાહુલે IPL 2025 માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીએ રાહુલને કેપ્ટનશીપની ઓફર કરી હતી, જેને તેણે સ્વીકારવાનો ઇનકાર કરી દીધો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલે કેપ્ટનશીપની ઓફરને નકારી કાઢીને કહ્યું કે તે એક ખેલાડી તરીકે ટીમમાં પોતાનું યોગદાન વધુ આપવા માંગે છે. કેએલ રાહુલ દ્વારા ટીમની કેપ્ટનશીપ કરવાનો ઇનકાર કર્યા પછી, હવે એવી અટકળો ચાલી રહી છે કે અક્ષર પટેલ દિલ્હી ફ્રેન્ચાઇઝીની કમાન સંભાળી શકે છે. કારણ કે કેપ્ટનશીપ માટેનો ખરો સંઘર્ષ આ બે નામો વચ્ચે હતો.

દિલ્હીમાં જોડાતાની સાથે જ રાહુલને કેપ્ટન બનવાની અટકળો શરૂ થઈ હતી

દિલ્હી કેપિટલ્સે IPL 2025 મેગા ઓક્શનમાં 14 કરોડ રૂપિયાની બોલી લગાવીને KL રાહુલને ખરીદી લીધો હતો. કારણ કે રાહુલને પહેલા પણ IPLમાં કેપ્ટનશીપ કરવાનો અનુભવ છે. 2020-21માં, તે પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો અને 2022 થી 2024 સુધી, લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન રહ્યો. એવામાં જ્યારે તે દિલ્હીમાં જોડાયો, ત્યારે તેનું નામ કેપ્ટનશીપની રેસમાં સૌથી આગળ હતું.