જયારે 42 વર્ષીય ધોની મેદાન પર રમવા આવે ત્યારે ચાહકો ઝૂમી ઉઠે છે. IPL 2024માં શુક્રવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સ મેદાન પર રમવા ઉતરી હતી. ત્યારે આ મેચ દરમિયાન ધોનીની ઇનિંગ એક્શનથી ભરપૂર હતી. 9 બોલમાં 28 રન અને 300થી વધુના સ્ટ્રાઈક રેટવાળી ધોનીની ઇનિંગે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પણ આ દરમિયાન એવું કંઈક જોવા મળ્યું કે જોનારા દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જયારે ધોની રમી રહ્યો હતો, બીજો બોલ ફેંકાયો, પછી એવું કંઈક થયું કે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફ સવાલ ઉઠાવવા પર મજબૂર બની ગયા.
તેમાં કોઈ શંકા નથી કે IPL 2024માં ધોનીનું એક અલગ વર્ઝન જોવા મળી રહ્યું છે. તે મારી રહ્યો છે, જબરદસ્ત રમી રહ્યો છે, બોલરોને હંફાવી રહ્યો છે. છેલ્લી ઓવરોમાં આવતા, તે તેની ટીમ માટે એ કામ કરતો જોવા મળે છે જે એક ફિનિશરે કરવું જોઈએ. પરંતુ, લખનૌ સામેની મેચમાં જે જોવા મળ્યું તેને નજરઅંદાજ ન કરી શકાય.
LSG સામે ધોનીની ઇનિંગનો બીજો બોલ એટલે 19મી ઓવરનો પહેલો બોલ. લખનૌ તરફથી મોહસિન ખાન આ ઓવર ફેંકી રહ્યો હતો. મોહસિને ધોનીને પહેલો બોલ વાઇડ ફેંક્યો. જ્યારે એ જ બોલ ફરીથી ફેંકવામાં આવ્યો ત્યારે જે થયું, એના પર સવાલ ઉભા થયા. મોહસિનના આ બોલ પર ધોની બીટ થયો. બીટ થયા પછી ધોનીએ વાઈડની શોધમાં અમ્પાયર તરફ જોયું. ફિલ્ડ અમ્પાયરે બોલને વાઇડ ગણવાની ના પાડી દીધી.
ધોનીએ ફિલ્ડ અમ્પાયરના નિર્ણયની સમીક્ષા કરી અને ત્રીજા અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખ્યો. આ આખું દ્રશ્ય આશ્ચર્યજનક હતું કારણ કે ફૂટેજ જોતા એવું લાગી રહ્યું હતું કે બોલ વાઇડ નથી. તે વાઇડ લાઇનની અંદર છે. હવે ફિલ્ડ અમ્પાયરે આ જોયું પરંતુ થર્ડ અમ્પાયરને વારંવાર જોવા છતાં પણ ન દેખાયું, જે આશ્ચર્યજનક હતું.
મોહમ્મદ કૈફે મેચની કોમેન્ટ્રી દરમિયાન થર્ડ અમ્પાયરના આ નિર્ણય પર કટાક્ષ કર્યો. તે એમ કહેતા સંભળાયા કે બોલ વાઇડ ન હતો, આપવો પડ્યો. મતલબ કે એક રીતે કૈફે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉભા કરી દીધા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology