પ્રથમ બે વનડે મેચમાં બેટર્સના નિરાશાજનક પ્રદર્શન બાદ શ્રીલંકા સામે 27 વર્ષ બાદ સિરીઝ હારથી બચવા માટે આજે રમાનારી ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતીય બેટર્સે શ્રીલંકન સ્પિનર્સ સામે સંભાળીને રમવું પડશે.
ગૌતમ ગંભીર મુખ્ય કોચ બન્યા બાદ તેની આ પ્રથમ વનડે શ્રેણી છે અને તે હાર સાથે શરૂઆત કરવા માગશે નહીં. ભારતનો શ્રીલંકા સામે 27 વર્ષ પહેલાં 1997ની વનડે શ્રેણીમાં પરાજય થયો હતો. અર્જુન રણતુંગાના નેતૃત્વ હેઠળ શ્રીલંકન ટીમે સચિન તેંડુલકરની ભારતીય ટીમને ત્રણેય વનડે મેચમાં પરાજય આપ્યો હતો. ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ ચૂકી છે જેમાંથી ભારત તમામ 11 શ્રેણી જીતવામાં સફળ રહી હતી. ભારત વર્તમાન શ્રેણીને જીતી નથી શકતું કારણ કે પ્રથમ મેચ ટાઈ રહી હતી ત્યારબાદ બીજી વનડેમાં 32 રનથી પરાજય થયો હતો. ભારત હવે શ્રીલંકા સામે શ્રેણી બરોબરી પર પૂર્ણ કરી શકે છે.
બેટ્સમેનોના કંગાળ પ્રદર્શનના કારણે ભારતીય ટીમ આ સ્થિતિમાં પહોંચી છે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાંથી સ્પિનરોને વધારે મદદ મળી રહી છે અને રોહિત શર્મા સિવાય ભારતીય ટીમનો એકપણ ખેલાડી શ્રીલંકન સ્પિનરોની સામે ટકીને મોટી ઈનિંગ રમી શક્યો નથી. રોહિતે બીજી વનડેમાં 44 બોલમાં શાનદાર 64 રનની ઈનિંગ રમી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી બે મેચમાં 38 રન જ બનાવી શક્યો છે જે ભારતીય ટીમ માટે ખરાબ સંકેત છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology