પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય હોકી ટીમે અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગ્રેટ બ્રિટનને શૂટઆઉટમાં 4-2થી હરાવીને સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. અને હવે મેડલથી એક પગલું દૂર છે. ટીમ પાસે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સુવર્ણ તક છે. આગમી સેમિ ફાઈનલ મેચમાં ભારતનો સામનો જર્મની સામે થશે. જો ભારત સેમિ ફાઈનલ જીતી ગયું તો તેનો સામનો નેધરલેન્ડ અથવા સ્પેન સામે થશે.
હવે 6 ઓગસ્ટે ભારતીય ટીમ સેમિ ફાઇનલ મેચમાં જર્મની સામે ટકરાશે. જર્મનીએ ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાને 3-2થી હરાવ્યું હતું. પહેલી સેમિ ફાઇનલમાં સ્પેનનો સામનો નેધરલેન્ડ સામે થશે. 44 વર્ષ પછી આવો સંયોગ બન્યો છે કે' જ્યારે બેલ્જિયમ કે ઓસ્ટ્રેલિયા જેવી મજબુત ટીમ સેમિ ફાઈનલમાં નહીં હોય. અગાઉ વર્ષ 1980માં મોસ્કો ઓલિમ્પિકસમાં આવું થયું હતું. તે સમયે ઓસ્ટ્રેલિયાએ ઓલિમ્પિકસનો બહિષ્કાર કર્યો હતો. જ્યારે બેલ્જિયમની ટીમ હોકી ઈવેન્ટ માટે ક્વોલિફાઈ થઇ શકી ન હતી. 1980ના ઓલિમ્પિકસમાં ભારતીય હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય હોકી ટીમે અત્યાર સુધીમાં કુલ 12 ઓલિમ્પિકસ મેડલ જીત્યા છે - જેમાં 8 ગોલ્ડ, એક સિલ્વર અને ત્રણ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.
પેરિસ ઓલિમ્પિકસમાં ભારતીય ટીમને પૂલ-બીમાં રાખવામાં આવી હતી. ભારતીય ટીમે તેની પહેલી પૂલ મેચમાં ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતું. ત્યારબાદ તેણે આર્જેન્ટિના સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી. ત્યારબાદ ત્રીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 2-0થી હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકસમાં ઓસ્ટ્રેલિયાને 3-2થી હરાવ્યું હતું. ત્યારે 52 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકસમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology