bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

T20માં સંન્યાસ બાદ ભક્તિમાં લીન થયો વિરાટ કોહલી, શ્રી રામની ધૂન પર થયો ધ્યાન મગ્ન...  

બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો છે અને જયારે એમાં પણ જયારે પાવર કપલની વાત કરવામાં આવે ત્યારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું નામ પણ લેવામાં આવે છે. ત્યારે હવે આ પાવર કપલ વિશે ચર્ચાઓ ઉઠી છે કે વિરાટ અને અનુષ્કા હવે લંડન શિફ્ટ થઈ ગયા છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપ જીતવાની ઉઠ્વની કરીને તરત લંડન કેમ ચાલ્યા ગયા. ક્રિકેટર અને અભિનેત્રી બંને હાલમાં પોતાના બાળકો સાથે લંડનમાં છે. જો કે તેઓના લંડન શિફ્ટ થવા અંગે કોઈ સત્તાવાર જાણકારી નથી. વિરાટ અને અનુષ્કાને ભગવાનમાં અપાર શ્રદ્ધા છે. તેઓ ઘણીવાર દેશના ઘણા યાત્રાધામોના દર્શને પહોંચ્યા છે. ત્યારે હવે વિદેશની ધરતી પર પણ તેઓ ભક્તિ કરતા દેખાયા છે.

ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલીએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ત્યારે વર્લ્ડ કપ પૂરો થયા બાદ વિરાટ હવે પત્ની અનુષ્કા અને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે. હાલમાં જ તે કૃષ્ણ દાસ કિર્તનમાં જોવા મળ્યો. જ્યાં વિરાટ આંખો બંધ કરીને જાપ કરતો જોવા મળ્યો, તો અનુષ્કા તાળીઓ પાડીને શ્રી રામ-જય રામ જય જય રામનાં જાપ કરતી જોવા મળી.

  • વિરાટ અને અનુષ્કાનો નવો વીડિયો વાયરલ

વિરાટ અને અનુષ્કાનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભગવાન પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ દેખાઈ રહ્યું છે. આ વીડિયોમાં વિરાટ કેઝ્યુઅલ ટી-શર્ટ, ચશ્મા અને કેપ પહેરેલો દેખાય છે, જ્યારે અનુષ્કાએ સાદી ટી-શર્ટ પહેરી છે. વિરાટ આંખો બંધ કરીને રામ નામનો જાપ કરી રહ્યો છે, તો સાથે અનુષ્કા પણ ભક્તિમાં ડૂબેલી દેખાઈ રહી છે. તાળીઓ સાથે તે શ્રી રામ-જય રામ જય જય રામના જાપ કરી રહી છે.