પેરિસથી રમતજગતને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ગઈ છે. આ સાથે તેણીએ ઇતિહાસ રચી દીધો છે. 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી છે. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શીરૂરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી.
મનુ ભાકરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580-27x સ્કોર કર્યો હતો અને ત્રીજા સ્થાને રહી હતી. હવે આ ઇવેન્ટની ફાઈનલ રવિવારે બપોરે 3:30 વાગ્યે રમાશે અને મનુ ભારત માટે મેડલનું ખાતું ખોલાવી શકે છે. ફાઇનલમાં, આઠ શૂટર્સ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એ ત્રણ મેડલ માટે સ્પર્ધા કરશે.
મનુને છઠ્ઠી સિરીઝમાં 96 પોઈન્ટ (9, 10, 10, 10, 9, 10, 9, 10, 10, 9) મળ્યા હતા. એક સમયે તે બીજા ક્રમે પણ આવી ગઈ હતી. ત્રીજી સિરીઝમાં તેનો સ્કોર 98 (9, 10, 9, 10, 10, 10, 10, 10, 10, 10) હતો. મનુ આ ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવી શકે છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology