bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

કોહલી પાસે વનડે ક્રિકેટમાં ઐતિહાસિક રેકોર્ડ સર્જવાની તક, સચિન બાદ બીજો ભારતીય બનશે...

ભારતીય ટીમે શ્રીલંકા સામે T20 સીરિઝમાં 3-0 ક્લિન સ્વીપ કર્યું છે, ત્યારે હવે ભારતીય ટીમની નજર વનડે સીરિઝમાં સારું પ્રદર્શન કરવા પર છે. જેમાં વનડે સીરિઝમાં સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થશે. તેવામાં T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યાં બાદ વિરાટ અને રોહિતની આ પહેલી વનડે સીરિઝ રહેશે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીત બાદ વિરાટ અને રોહિતની ચેમ્પિયન ટ્રોફી પર નજર હોવાની સાથે તેમા જીત હાંસલ કરવા માટે અત્યારથી તૈયારી શરુ કરી દેવામાં આવી છે. તેવામાં વનડે સીરિઝમાં સુપરફાસ્ટ બેટ્સમેન કોહલી પોતાના નામે રેકોર્ડ બનાવી શકે છે.

  • વનડેમાં 50 સદી ફટકારી

ભારતીય ટીમમાં વનડે (ODI) ક્રિકેટમાં વિરાટ કોહલીએ 2008માં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર પછી કોહલી ભારતીય ટીમનો મહત્ત્વના ખેલાડી રહ્યો છે, ત્યારે ઘણી વખત ભારતીય ટીમને મુશ્કેલીની સ્થિતિમાંથી બહાર નીકાળી છે. કોહલી ODIમાં સૌથી વધુ સદી ફટકારનારો એકમાત્ર એવો ખેલાડી છે જેણે વનડેમાં 50 સદી ફટકારી છે. કોહલીએ તેની ODI કરિયરમાં 280 ઇનિંગ્સમાં 13848 રન બનાવ્યા છે.

  • સચિન પછી કોહલીના સૌથી વધુ રન

શ્રીલંકા સામેની વનડે સીરિઝમાં 152 રન લેવાની સાથે કોહલીના 14000 રન પૂરા થશે. જ્યારે વનડે સીરિઝમાં 14000 રન બનાવનાર ભારતના બીજા ખેલાડી થશે. કોહલીની પહેલી સિચન તેંડુલકરનું નામ આવે છે. જેમાં તેંડુલકરે વનડે સીરિઝમાં 18426 રન કર્યા છે. આમ વનડે સીરિઝમાં ભારતીય ટીમના સૌથી વધુ કરનાર તેંડુલકર છે.

  • શ્રીલંકા સામે વિરાટે કુલ 10 સદી ફટકારી

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં શ્રીલંકા વિરુદ્ધ 53 વનડે મેચ રમી છે. જેમાં 2594 રન બનાવ્યાં છે. કોહલીએ શ્રીલંકા વિરુદ્ધ રમેલી વનડે ક્રિકેટ મેચમાં કુલ 10 સદી ફટકારી છે. શ્રીલંકા વિરુદ્ધ તેનો દેખાવ ઘણો સારો રહ્યો છે.