કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને એક રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન બનાવ્યા હતા. બેંગલુરુ 20 ઓવરમાં 221 રન જ બનાવી શકી હતી.
મેચમાં આઉટ થયા બાદ RCBનો વિરાટ કોહલી ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. તેના આઉટ થવા બાબતે વિવાદ થયો હતો. આ પહેલાં મેચની શરૂઆતમાં ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઊતરેલા કોહલીએ ફેન્સ સાથે પ્રૈંક કર્યું હતું. તે નવા બોલ સાથે બોલિંગ રન-અપ પર ગયો અને ફેન્સને લાગ્યું કે વિરાટ નવા બોલથી ઓવર ફેંકી રહ્યો છે. બાદમાં મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવર ફેંકી હતી.
બેંગલુરુની ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીની વિકેટ લેવાને લઈને વિવાદ ઊભો થયો હતો. હર્ષિત રાણાનો પ્રથમ બોલ ફુલ ટોસ હતો. કોહલીએ સામેથી બોલ રમવાનો પ્રયાસ કર્યો અને તે કોટ એન્ડ બોલ્ડ થયો.
ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ કોહલીએ નો-બોલ માટે રિવ્યુ માંગ્યો હતો, પરંતુ થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય બદલ્યો ન હતો અને કોહલીને આઉટ આપ્યો હતો. આનાથી નારાજ વિરાટ કોહલી ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. બાદમાં કોહલીની વિકેટને લઈને વિવાદ ઊભો થયો હતો. કેટલાક નિષ્ણાતો કોહલીને નોટઆઉટ જાહેર કરી રહ્યા હતા તો કેટલાક તેને આઉટ કહી રહ્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology