bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

'લેખિતમાં આપો કે તમારી ટીમ પાકિસ્તાન નહીં આવે...' પીસીબીએ BCCI સમક્ષ કરી મોટી માગ...  

આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જાય તેવી શક્યતાઓ ઓછી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પણ આ સ્થિતિ માટે તૈયારી કરી લીધી છે. વાસ્તવમાં, પાકિસ્તાન બોર્ડ ઈચ્છે છે કે BCCI એ લેખિત પુરાવા આપે કે ભારત સરકારે સુરક્ષા કારણોસર ટીમને આ ટૂર્નામેન્ટ માટે પડોશી દેશમાં જવાની મનાઈ કરી છે.

ટીમ પાકિસ્તાન જવાની ન હોવાથી ICC વધારાનું બજેટ ફાળવી શકે છે 
પીસીબીના સુત્રો અનુસાર ટૂર્નામેન્ટ આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની હોવાથી બોર્ડ આ મામલાને ઝડપથી ઉકેલવા માંગે છે ICCની વાર્ષિક કોન્ફરન્સ 19 જુલાઈએ કોલંબોમાં યોજાશે. આ અંતર્ગત ભારતીય ટીમ UAEમાં પોતાની મેચ રમી શકે છે. ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી કરાચીમાં શરૂ થશે અને ફાઈનલ 9 માર્ચે લાહોરમાં રમાશે. ફાઇનલમાં એક દિવસ અનામત રહેશે. BCCIના સૂત્રોનું માનીએ તો ટીમ પાકિસ્તાન જવાની નથી અને આવી સ્થિતિમાં ICC મેનેજમેન્ટ વધારાનું બજેટ ફાળવી શકે છે.

  • સરકારના નિર્ણય પણ BCCI આધાર રાખે છે 

પાકિસ્તાનમાં રમવું કે નહિ તે નિર્ણય હંમેશા સરકારનો જ રહે છે, એવું BCCIનું કહેવું છે. 2023 ODI એશિયા કપમાં પણ ભારતની મેચો શ્રીલંકામાં હાઈબ્રિડ મોડલ પર રમાઈ હતી. પીસીબીના સૂત્રએ કહ્યું કે, જો ભારત સરકારે પરવાનગી ન આપી હોય તો તેમને આ બાબત લેખિતમાં આપવી પડશે અને બીસીસીઆઈએ તે પત્ર તરત જ આઈસીસીને આપવો જોઈએ. અમે સતત કહીએ છીએ કે BCCIએ પાંચ-છ મહિના અગાઉથી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જતી ટીમ વિશે ICCને લેખિતમાં જાણ કરવી જોઈએ.

  • પીસીબીએ ડ્રાફ્ટ તૈયાર કર્યો

પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીનો ડ્રાફ્ટ શેડ્યૂલ આઈસીસીને સુપરત કર્યો છે જેમાં ભારતની તમામ મેચો, સેમીફાઈનલ અને ફાઈનલ લાહોરમાં યોજાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે મેચ રમાવાની છે.