ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે ખેલાડીઓની ઓનલાઈન ટ્રોલિંગને લઈને પોતાનો મત રજૂ કર્યો છે. બ્રોડનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર નેગેટિવ રિએક્શનનું પૂર આવવાથી ખેલાડીના વિચાર પર અસર પડે છે. તેણે યુવાન ખેલાડીઓને સલાહ આપી છે કે નકારાત્મકતાથી શક્ય હોય તેટલો ઝડપથી છુટકારો મેળવો, તેટલું જ સારું રહેશે. બ્રોડે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું. તે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલરની યાદીમાં પાંચમાં નંબરે છે.
બ્રોડે કહ્યું, જો અમે કોઈ મેચ હારી જઈએ અને અમે સોશિયલ મીડિયા પર જોઈએ તો અમને હકીકતમાં લાગે કે અમે વિશ્વના સૌથી ખરાબ વ્યક્તિ છો. અમે લોર્ડ્સમાં સાઉથ આફ્રિકા સામે મેચ હારી ગયા હતાં. જે બાદ સ્ટોક્સ અને કોચ મેક્યુલમે હારથી ન ડરવાની વાત કહી હતી.
ઈંગ્લેન્ડને 2022માં સાઉથ આફ્રિકાએ 12 રનથી હરાવ્યું હતું. બ્રોડે કહ્યું, તે હાર અમારા માટે સારી રહી કેમ કે તેનાથી એ સાબિત થયું કે અમારે આગામી વખતે વધુ મનોરંજક અને સકારાત્મક રીતે રમવું પડશે. તેનાથી હું તે હારને તાત્કાલિક પાછળ છોડી શકું છું અને જો તમે તે નકારાત્મકતાને પોતાની અંદર સમેટી રહેશો તો તેનાથી છુટકારો મેળવવો ખરેખર મુશ્કેલ હોઈ શકે છે. તેનાથી કોઈ જીત મળવાની નથી. તમે જીતી શકતાં નથી.
બ્રોડનું માનવું છે કે વર્તમાન સમયમાં યુવાન ખેલાડીઓને નેગેટિવ રિએક્શન સામે ડીલ કરવામાં વધુ મુશ્કેલી પડી રહી છે. તેણે કહ્યું, 'હવે ખૂબ અઘરું છે કેમ કે જ્યારે મે શરૂઆત કરી હતી તો તમારે છાપું ખરીદવું પડતું હતું. ક્રિકેટનો આર્ટિકલ શોધવો પડતો હતો અને વાંચવો પડતો હતો કે તમે બેકાર છો. મને ખુશી છે કે જ્યારે સોશિયલ મીડિયા આપણા સુધી પહોંચ્યુ તો મારી પાસે અનુભવ હતો. હું જોઈ શકું છું કે યુવાન પ્રોફેશનલ માટે આ કેટલું મુશ્કેલ હશે'.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology