ઈશાન કિશન લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે. તેને ઘણી વખત ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે માત્ર IPLમાં જ રમ્યો. પરંતુ હવે કદાચ ઈશાન પોતાનો મૂડ બદલી રહ્યો છે અને તેણે ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું નક્કી કર્યું છે. ઈશાન કિશનને ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તે બુચી બાબુ ટ્રોફીમાં ઝારખંડની ટીમની કેપ્ટનશીપ કરશે. બુચી બાબુ ટ્રોફી 15 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. ઈશાન પાસે કેપ્ટનશિપનો અનુભવ છે. તે અગાઉ અંડર-19માં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. તે ચેન્નાઈમાં ઝારખંડની ટીમ સાથે જોડાશે.
એક અહેવાલ પ્રમાણે ઈશાન કિશને પોતાની ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરવાના ઈરાદા અંગે ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને પહેલાથી જ જાણ કરી દીધી હતી. હવે તેની રણજી ટ્રોફી 2024-25 સિઝનમાં રમવાની તકો પણ વધી ગઈ છે. તેણે તેની છેલ્લી ફર્સ્ટ ક્લાસ મેચ ડિસેમ્બર 2022માં રમી હતી. ત્યારબાદ તે ડોમેસ્ટિક સિઝનથી દૂર રહ્યો છે.
સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં મળી શકે છે એન્ટ્રી
રેડ બોલ ક્રિકેટમાં ઈશાન કિશનની વાપસી એવા સમયે થઈ છે જ્યારે આગામી મહિનામાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ત્રણ ટીમો સામે કુલ 10 ટેસ્ટ મેચ રમવાની છે. જો તે આગામી ડોમેસ્ટિક સિઝનમાં સારું પ્રદર્શન કરશે તો તેની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ શકે છે. તેણે ગત વર્ષે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે માત્ર બે જ ટેસ્ટ મેચ રમી શક્યો છે.
પરંતુ ઈશાન માટે ટીમ ઈન્ડિયા અને પછી પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવી મુશ્કેલ લાગી રહી છે. કારણ કે ટેસ્ટ ઋષભ પંતની વાપસી લગભગ નિશ્ચિત છે. બીજી તરફ ધ્રુવ જુરેલે રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે રમતથી બધાને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે.
ઈશાન કિશને દક્ષિણ આફ્રિકા પ્રવાસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ તેણે BCCI પાસેથી બ્રેક માંગ્યો હતો. ત્યારબાદ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, તેણે વાપસી માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમવી પડશે. ત્યારે તેણે ઘરેલુ ક્રિકેટમાં ભાગ નહોતો લીધો. જ્યારે તે વડોદરામાં હાર્દિક પંડ્યા સાથે ક્રિકેટ એકેડમીમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. ત્યારબાદ BCCIએ મોટો નિર્ણય લેતા તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી હટાવી દીધો હતો.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology