મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરું આઈપીએલ 2024ની 25મી મેચ બાદ પોઈન્ટ ટેબલમાં હલચલ મચી ગઈ છે. સીઝનમાં સતત બીજી જીતની સાથે હાર્દિક પંડ્યાની આગેવાની વાળી મુંબઈએ સ્પીડ પકડી છે. આરસીબીને 7 વિકેટથી હરાવી મુંબઈ 7માં સ્થાને પહોંચી ગઈ છે. તો હારનો ચોગ્ગો મારનારી બેગ્લુરું ટીમ 9માં સ્થાન પર છે. બેગ્લુરુંની આ 6ઠ્ઠી મેચમાં કુલ 5મી હાર છે. સતત મળી રહેલી હારની સાથે તેના પ્લેઓફમાં પહોંચવાની આશા ઓછી જોવા મળી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલ 2024ની શરુઆત સારી રહી ન હતી. સીઝનની પહેલી 3 મેચમાં હાર મળ્યા બાદ ટીમની હાલત ખરાબ થઈ હતી. તેના પર કેપ્ટનશીપને લઈ સવાલો પણ ઉભા થયા હતા.ત્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડેમાં પહોંચી તો તેમણે જીતની લાઈન લગાવી દીધી છે. મુંબઈ 2 મેચ જીતી 4 અંકની સાથે પોઈન્ટ ટેબલમાં 7માં સ્થાન પર છે.
મુંબઈ ઈન્ડિયન્સની નીચે 8માં નંબર પર પંજાબ કિંગ્સ અને 9માં સ્થાન પર રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું અને છેલ્લા સ્થાન પર દિલ્હી કેપિટલ્સ છે. તો ટૉપ-4માં રાજસ્થાન રોયલ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમો છે. પોઈન્ટ ટેબલમાં પહેલા નંબર પર રાજસ્થાનની ટીમ છે. કોલકત્તાની ટીમ બીજા નંબર પર છે તો 3 સ્થાને લખનૌની ટીમ ચોથા સ્થાને 5માં સ્થાન પર હૈદરાબાદ છે 6ઠ્ઠા નંબર પર ગુજરાત અને 7માં સ્થાન પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ છે. આઠમાં સ્થાન પર પંજાબ કિંગ્સ, નવમાં સ્થાન પર બેગ્લુરું અને 10માં એટલે કે, આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે દિલ્હી કેપિટલ્સની ટીમ છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology