ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયા કપમાં (ASIA CUP 2024) 9મી વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે. સેમી ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ટીમ રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન અથવા શ્રીલંકા સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાને એશિયા કપમાં જીતની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. આ ટુર્નામેન્ટની બીજી સેમિફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાથી રમાશે. બંને મેચમાં જીતનાર ટીમો રવિવારે ફાઇનલ મેચ રમાશે.
મહિલા એશિયા કપ T20 ની પ્રથમ સેમિફાઇનલમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે હતો. આ મેચ દાંબુલાના રંગીરી દામ્બુલા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. સેમિફાઇનલમાં તેણે બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું હતું.
મહિલા એશિયા કપની સેમીફાઈનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને બાંગ્લાદેશે 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 80 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે ભારતને પ્રમાણમાં આસાન કહી શકાય એવો 81 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન નિગાર સુલ્તાનાએ સૌથી વધુ 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે શોર્ના અખ્તરે 19 રન બનાવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશ તરફથી કોઈ બેટર ડબલ ફિગરને સ્પર્શી શકી નહોતી. ભારત તરફથી રેણુકા સિંહ અને રાધા યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. રાધા યાદવે 20મી ઓવરમાં ડબલ વિકેટ મેડન ફેંકી હતી. આ સિવાય પૂજા વસ્ત્રાકર અને દીપ્તિ શર્માને એક-એક વિકેટ મળી હતી.
ભારત તરફથી રેણુકા સિંઘની બોલિંગ શાનદાર રહી હતી. તેની પહેલી જ ઓવરમાં ચોથા બોલે વિકેટ મળી હતી. ત્યાર પછી ભારતીય મહિલા ટીમે ઇનિંગ્સના અંત સુધી બાંગ્લાદેશ પર પોતાની પકડ જાળવી રાખી હતી. રેણુકાએ પોતાની 4 ઓવર્સમાં માત્ર 10 જ રન આપ્યા હતા અને 4 વિકેટ ઝડપી હતી. રેણુકા ભારતની સાતત્યસભર ફાસ્ટ બોલર છે જેને મહિલા ક્રિકેટમાં બુમરાહ જેવુ કામ કરી આપવા માટે વખાણવામાં આવે છે. રેણુકાને પ્લેયર ઑફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ત્યાર પછી 81 રન ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની ઓપનર્સ શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 11 ઓવર્સમાં જ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. સ્મૃતિ મંધાનાએ અર્ધી સદી ફટકારી હતી. તેણે 55 રનની ઇનિંગ રમી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology