bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

પીવી સિંધુએ મેડલ તરફ વધુ એક ડગલું ભર્યું, આસાન જીત સાથે નોકઆઉટમાં પ્રવેશ...  

પેરિસ ઓલિમ્પિકમાં આજે 5માં દિવસે બબ્બે ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવવા માટે રમવા ઉતરી હતી. સિંધુએ રાઉન્ડ ઑફ 32ની આ મેચમાં 21-05, 21-10થી પ્રથમ બંને સેટ જીતી લીધા હતા. સિંધુએ ક્રિસ્ટીન કૂબા સામે શરૂઆતથી જ અટેકીંગ રમત બતાવી હતી અને 8 પોઈન્ટ મેળવી લીધા હતા. ત્યાર બાદ કૂબાએ ખાતું ખોલાવતા ક્રિસ્ટીન બે પોઈન્ટ નોંધાવ્યા હતા. જો કે સિંધુએ ત્યાર બાદ પ્રભુત્વ સાથે પ્રથમ સેટ જીતી લીધો હતો. 

સમગ્ર મેચ દરમિયાન સિંધુએ મજબૂત પકડ બનાવેલી રાખી હતી. બીજા સેટમાં પણ સિંધુએ પોતાની શાનદાર રમત બતાવી હતી અને સતત પ્રતિસ્પર્ધી ખેલાડી પર હાવી રહી હતી. આ દરમિયાન પ્રેક્ષકોએ પણ સિંધુને ખૂબ ચીયર કર્યું હતું અને સિંધુ સિંધુની બૂમો પાડી હતી. સિંધુને પ્રથમ સેટ કરતાં થોડી વધારે મહેનત બીજો સેટ જીતવામાં કરવી પડી હતી પરંતુ આ તેની પ્રેક્ટિસ સમાન જ મેચ રહી હતી. હવે તે નોક આઉટમાં રમશે અને ભારતને મેડલ અપાવવાનો પ્રયાસ કરશે. 

સિંધુ સિવાય આજે લક્ષ્ય સેન પણ પોતાની રાઉન્ડ ઑફ 32 મેચ રમવા ઉતરશે. લક્ષ્યની પ્રથમ મેચમાં થયેલી જીત કેન્સલ કરવામાં આવી હતી. તેની બીજી મેચ લક્ષ્ય જીત્યો હતો. ભારતને બેડમિન્ટનમાં આ વખતે મેડલ્સની આશા છે. પીવી સિંધુ તો અગાઉ પણ બે વખત મેડલ જીતી ચૂકી છે. ગ્રુપ Mમાં સિંધુ ટોપ પર રહી હતી અને પોતાની તમામ મેચ જીતીને આસાનીથી નોકઆઉટમાં પ્રવેશ મેળવ્યો હતો.