ગોલ્ડન બોય નીરજ ચોપડાએ ફરી એક વાર કમાલ કરી દેખાડી છે. નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં પહેલા જ થ્રોમાં ભાલા ફેંકની ફાઈનલ માટે ક્વોલિફાઈ થયો છે. નીરજ ચોપરાએ 89.84 મીટર દૂર ભાલો ફેંકીને ભાલા ફેંકની ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધું હતું.
ટોક્યો ઓલિમ્પિકનો પોતાનો ગોલ્ડ મેડલનો રેકોર્ડ તોડ્યો
પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઈનલ માટે ક્વોલિફાઈ થઈને નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકનો પોતાના ગોલ્ડ મેડલનો રેકોર્ડ તોડ્યો છે. હવે નીરજ 8 ઓગસ્ટે ભાલા ફેંકની ફાઈનલ રમશે.
નીરજનો આ સિઝનનો આ સર્વશ્રેષ્ઠ થ્રો છે. આ પહેલા 2024માં નીરજે 88.36 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો ત્યાર બાદ ટોક્યો ઓલિમ્પિકમાં તેણે 87.58ના અંતરે થ્રો ફેંક્યો, જેના કારણે તેને ગોલ્ડ મેડલ મળ્યો એટલે આ વખતની ઓલિમ્પિકમાં 89.84 મીટર દૂર ભાલો ફેંકીને નીરજે પોતાનો રેકોર્ડ તોડ્યો છે.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology