ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂકેલા અંશુમાન ગાયકવાડનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. તેઓ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને લંડનમાં સારવાર ચાલી રહી હતી. 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
1970-80ના દાયકામાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમતા હતા અને લંડનની કિંગ્સ કોલેજ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. ટીમ પૂર્વ દિગ્ગજ ખેલાડી કપિલ દેવ અને સંદીપ પાટિલે ગાયકવાડના પરિવારને આર્થિક મદદ કરવા માટે અપીલ કરી હતી. જે બાદ BCCI દ્વારા 15 દિવસ અગાઉ જ એક કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરવામાં આવી હતી.
શોકની લહેરલંડનમાં સારવાર બાદ તેઓ ભારત પરત ફર્યા પણ વિરોધી ટીમના ખેલાડીઓનો પરસેવો છોડાવી દેનાર ખેલાડી જિંદગીની જંગ હારી ગયો. ગાયકવાડના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય ક્રિકેટ જગતમાં શોકની લહેર વ્યાપી છે. પૂર્વ ખેલાડીઓ અને BCCI દ્વારા દુ:ખ વ્યક્ત કરવામાં આવ્યું છે.
અંશુમાન ગાયકવાડે 27 ડિસેમ્બર 1974ના રોજ કોલકાતામાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટથી ડેબ્યુ કર્યું હતું. કોલકાતામાં જ 1984માં છેલ્લી મેચ રમીને તેમણે ક્રિકેટથી વિદાય લીધી હતી. તેમણે 40 ટેસ્ટ મેચમાં 30ની એવરેજથી 1985 રન બનાવ્યા હતા જેમાં બે સદી અને 10 અડધી સદી ફટકારી હતી. તેમનો બેસ્ટ સ્કોર 201 રનનો હતો, જે તેમણે પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યા હતા. તેમણે 15 વનડે મેચો પણ રમી હતી, જેમાં 269 રન ફટકાર્યા હતા.
ક્રિકેટથી સંન્યાસ બાદ બન્યા કોચક્રિકેટથી સંન્યાસ લીધા બાદ તેમણે કોચિંગમાં પોતાનું કરિયર આગળ વધાર્યું હતું. 1997-99 દરમિયાન તેઓ ટીમના હેડ કોચ રહ્યા હતા. આટલું જ નહીં તેમણે GSFCમાં પણ કામ કર્યું હતું. નોંધનીય છે કે જૂન 2018માં BCCIએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ ઍવોર્ડથી સન્માનિત કર્યા હતા.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology