bs9tvlive@gmail.com

12-January-2025 , Sunday

બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું...  

 

વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. જસપ્રીત બુમરાહ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિને ભારતને મેચ જીતાડવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જયસ્વાલે પ્રથમ દાવમાં 209 રન બનાવ્યા હતા. જ્યારે, બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી. મેચ ચોથા દિવસે જ સમાપ્ત થઈ ગઈ હતી.

મેચમાં 399 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 292 રન પર જ સિમિત રહી હતી. આ દરમિયાન જેક ક્રોલીએ ટીમ માટે 73 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 8 ફોર અને 1 સિક્સ સામેલ હતી. આ સિવાય કોઈ પણ ઈંગ્લિશ બેટ્સમેન મોટી ઈનિંગ રમી શક્યો ન હતો, જેના કારણે તેને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 396 રન બનાવ્યા. આ દરમિયાન યશસ્વી જયસ્વાલે ટીમ માટે 209 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 19 ફોર અને 7 સિક્સ સામેલ હતી. જો કે આ સિવાય કોઈ ભારતીય બેટ્સમેન મોટો ક્રોસ રમી શક્યો નહોતો.

ત્યાર બાદ પ્રથમ દાવમાં બેટિંગ કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ભારતે બીજા દાવમાં બોર્ડ પર 255 રન બનાવ્યા અને ઇંગ્લિશ ટીમને 399 રનનો ટાર્ગેટ આપ્યો, જેને તેઓ હાંસલ કરી શકી નહીં.