ભારતીય ટીમ અને શ્રીલંકાની વચ્ચે 3 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ મંગલવારે થયો હતો. પલ્લેકેલ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમાં રમાયેલ આ મેચમાં ઘણી રોમાંચક રીતે ટાઇ હતી. જેમાં સુપર ઓવરમાં ભારતીય ટીમે શાનદાર રીતે બાજી મારી લીધી હતી. જેમાં ભારતીય ટીમ સીરીઝમાં શ્રીલંકાને 3-0 થી ક્લીન સ્વીપ કર્યું હતું.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયે 3 મેચોની ટી 20 સીરીઝની છેલ્લી મેચમાં ટોસ હારીને પહેલા બેટીંગ કરીને ભારતીય ટીમે 137 રન નો ટાર્ગેટ સેટ કર્યો હતો. જે શ્રીલંકાની ટીમે 8 વિકેટના અંતે 137 રન માર્યા હતા. જેના કારણે મુકાબલો ટાઇ થયો હતો. સુપર ઓવરમાં ભારતને 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમની 3 મેચોની આ બીજી દ્વિપક્ષીય T20 શ્રેણી છે. અગાઉ તે જુલાઈ 2021માં રમાઈ હતી, જ્યારે શ્રીલંકાએ આ શ્રેણી 2-1થી જીતી હતી. આ રીતે ભારતીય ટીમે શ્રીલંકામાં પ્રથમ 3 મેચની દ્વિપક્ષીય T20 શ્રેણી જીતી લીધી છે. એકંદરે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 3 મેચોની કુલ 7 દ્વિપક્ષીય T20 શ્રેણી રમાઈ છે (વર્તમાન શ્રેણી સહિત). આ દરમિયાન ભારતે 6 વખત જીત મેળવી છે. જ્યારે શ્રીલંકા એક વખત જીત્યું છે. શ્રીલંકાની ટીમે આ એકમાત્ર શ્રેણી જુલાઈ 2021માં જ જીતી હતી.
અમારી સાથે જોડાઓ hi લખો
+91 90544 54492
Copyright © BS9 . All Rights Reserved
Designed By Ajurva Technology