bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

IPL:2024 ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય

ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર કમાલનું પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદને 78 રને પરાજય આપ્યો છે. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે. ચેન્નઈ હવે 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 213 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદ 134 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. હૈદરાબાદે 40 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રેવિસ હેડ માત્ર 13 રન બનાવી આઉટ થયો હતો. અભિષેક શર્મા પણ 15 રન બનાવી શક્યો હતો. જ્યારે અનમોલપ્રીત સિંહ શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. આ ત્રણેય સફળતા ચેન્નઈને તુષાર દેશપાંડેએ અપાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરે ત્યારે શાનદાર પ્રદર્શન કરે છે. પરંતુ લક્ષ્યનો પીછો કરવામાં તેના બેટરો ફ્લોપ રહ્યાં છે. એડન માર્કરમ માત્ર 32 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ક્લાસેને 21 બોલમાં માત્ર 20 રન બનાવ્યા હતા. અબ્દુલ સમદ પણ 19 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. હૈદરાબાદનો કેપ્ટન પેટ કમિન્સ માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ સિવાય શાહબાઝ અહમદે 7 અને ઉનડકટ 1 રન બનાવી આઉટ થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી તુષાર દેશપાંડેએ 3 ઓવરમાં 27 રન આપી ત્રણ વિકેટ લીધી હતી. આ સિવાય મુસ્તફીઝુર રહમાન, મહીશા પથિરાનાને બે-બે તથા જાડેજા અને શાર્દુલને એક-એક વિકેટ મળી હતી.