bs9tvlive@gmail.com

23-December-2024 , Monday

વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન બાદ હાર્દિક પંડ્યા બન્યો નંબર-1 T20 ઓલરાઉન્ડર...

T20 વર્લ્ડ કપ 2024 પૂરો થઈ ગયો છે અને હવે ICC એ તેની સાપ્તાહિક રેન્કિંગ અપડેટ પણ જાહેર કરી છે. ICC અપડેટમાં સૌથી વધુ ઉથલપાથલ ઓલરાઉન્ડરોની T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં જોવા મળી રહી છે, જેમાં ટીમ ઈન્ડિયાના હાર્દિક પંડ્યાએ જોરદાર ફાયદો થયો છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઓલરાઉન્ડર ખેલાડીઓની રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. આ ખેલાડીએ શ્રીલંકન ક્રિકેટ ટીમના વાનિન્દુ હસરંગાને પાછળ છોડી દીધો છે. તેના સિવાય કુલદીપ યાદવ ટોપ-10 બોલરોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો છે.

હવે એ તો જાણીતું જ છે કે T-20 વર્લ્ડ કપ 2024માં બંને ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. હાર્દિકે T-20 વર્લ્ડ કપ 2024માં 8 મેચની 6 ઇનિંગ્સમાં 144 રન બનાવ્યા હતા. તેની એવરેજ 48 હતી અને સ્ટ્રાઈક રેટ 151.57 હતો. તેણે 1 અડધી સદી ફટકારી હતી.આ સાથે જ હાર્દિકે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું અને 8 મેચમાં 17.36ની એવરેજ અને 7.64ના ઈકોનોમી રેટથી 11 વિકેટ ઝડપી. હાર્દિકે ફાઈનલ મેચમાં 3 વિકેટ ઝડપી હતી.

આ સાથે જ હાર્દિક પંડયા T20 વર્લ્ડ કપમાં 100 કે તેથી વધુ રન બનાવનાર અને 10 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર હાર્દિક પંડ્યાને ઓલરાઉન્ડર રેન્કિંગમાં બે સ્થાનનો ફાયદો થયો છે, જેના કારણે તેણે પ્રથમ સ્થાન પર રહેલા વાનિંદુ હસરંગાની બરાબરી કરી છે. હાર્દિક અને હસરંગાના 222 રેટિંગ પોઈન્ટ છે.